Get The App

એસ કે લાંગા અને તેના પુત્ર વિરૂદ્વ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

એસીબીને લાંગાની ૧૧.૬૪ કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી

લાંગાના ભ્રષ્ટ્રાચારના નાણાંને તેમનો પુત્ર તેની ફર્મમાં અલગ અલગ એન્ટ્રીથી જમા કરાવીને બચત ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતો હતો

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
એસ કે લાંગા અને તેના પુત્ર વિરૂદ્વ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો 1 - image

અમદાવાદ, શુક્રવાર

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને નિવૃત આઇએએસ અધિકારી એસ કે લાંગા અને તેમના પુત્ર પરિક્ષીત ગઢવી  વિરૂદ્વ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીએ પોલીસ દ્વારા મળેલી અરજીને આધારે મહિનાઓ સુધી ફોરેન્સીક ઓડીટ રૂપિયા ૧૧.૬૪ કરોડની અપ્રમાણલર મિલકક વસાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જે તેમની સત્તાવાર આવક કરતા ૧૯૮ ટકા વધારે હતા. પ્રાથમિક તપાસમાં  જાણવા મળ્યું હતું રે ભ્રષ્ટ્રાચારના નાણાં એસ કે લાંગા પાસેથી લઇને તેમનો પુત્ર પ્રોપરાઇટર ફર્મમાં  રોકાણ કરીને બચત ખાતામાંથી બારોબાર ઉપાડીને અન્ય સ્થળોે રોકાણ કરતો હતો. આમ, એસ કે લાંગા તેના પુત્ર સાથે મળીને ભ્રષ્ટ્રાચારના નાણાંનો વહીવટ કરતા હતા. આ અંગે એસીબીએ વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને આઇએએસ અધિકારી એસ કે લાંગા અને તેમના પુત્ર પરિક્ષીત ગઢવી વિરૂદ્વ  લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદ યુનિટ દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીને અરજીને આધારે કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એસ કે લાંગાની  ૧૧.૬૪ કરોડ રૂપિયાની વધારાની મિલકતો મળી આવી હતી. જે તેમની સત્તાવાર આવક કરતા ૧૯૮ ટકા વધારે હતી.  જેમાં એપ્રિલ ૨૦૦૮ થી  ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન  તેમની સત્તાવાર ૫.૮૭ કરોડની આવકની સામે  ૧૭.૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ અને રોકાણ કરવામાં આવ્યું હતું. આમ ૧૧ વર્ષમાં એસ કે લાંગાએ ભ્રષ્ટ્રાચાર આચરીને ૧૧.૬૪ કરોડ જેટલી આવક કરી હતી. ગાંધીનગર પોલીસની અરજીને આધારે એસીબીએ અલગ અલગ ટીમ બનાવીને ફોરેન્સીક ઓડીટ કર્યું હતું. જેમાં એસ કે લાંગા ભ્રષ્ટ્રાચારની મોટાભાગની આવકનો વહીવટ તેમના પુત્ર પરિક્ષીત ગઢવીની મદદ કરતા હતા. પરિક્ષીત ગઢવીએ પોતાના નામે  શેલ કંપનીની પ્રાપરાઇટરશીપ ફર્મ શરૂ કરી હતી. જેમાં એસ કે લાંગાના ગેરરીતિના નાણાંને વિવિધ એન્ટ્ી કરીને જમા કરાવતો હતો. બાદમાં તે નાણાંને તેના વિવિધ બચત ખાતામાં ટ્રાન્સફર કરીને મિલકતોમાં કે અન્ય સ્થળે રોકાણ કરતો હતો. આમ, એસ કે લાંગાએ મોટાભાગની અપ્રમાણસર મિલકત તેમના પુત્રની સાથે મળીને બનાવી હતી. આ મિલકતો કચ્છ, સૌૈરાષ્ટ્ર અને અમદાવાદમાં  આવેલી છે. જેમાં પ્લોટઅનેક ફ્લેટ અને બંગ્લોઝનો સમાવેશ થાય છે. આ સાથે સોનામાં તેમજ શેર બજારમાં પણ પરિક્ષીતે ગેરરીતિના નાણાંનું રોકાણ કર્યું હતું.  ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં લાંગા વિરૂદ્વ બે અને કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં તેમના ગાંધીનગરના કલેક્ટર તરીકેના કાર્યકાળ  દરમિયાન મોટાપાયે ગેરરીતિનો આરોપ મુકવામાં આવ્યો હતો. એસ કે લાંગાએ અગાઉ મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કર્યાની શક્યતાને આધારે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ એસ કે લાંગા સાબરમતી સેન્ટ્રલ જેલમાં હોવાથી એસીબી ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ કરશે. જ્યારે તેમના પુત્ર પરિક્ષીતની ધરપકડની તજવીજ શરૂ કરી છે.


Google NewsGoogle News