વીજ ચોરીનો કેસમાં હેરાન ન કરવા બદલ લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો

એસીબીની અમદાવાદમાં બે સફળ ટ્રેપ

અન્ય કેસમાં રેશન કાર્ડ બનાવવાના બદલામાં લાંચ લેતા મકતમપુરા વોર્ડના ઓપરેટર સામે ગુનો નોંધાયો

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
વીજ ચોરીનો કેસમાં હેરાન ન કરવા બદલ લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો 1 - image

અમદાવાદ, મંગળવાર

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા મંગળવારે અમદાવાદમાં બે અલગ અલગ ગુના નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાં વેજલપુર દક્ષિણ પશ્ચિમ ઝોનના કોમ્પ્યુટર ઓપરેટરને રેશન કાર્ડ કઢાવવાના બદલામાં રૂપિયા ૫૦૦ની લાંચ લેતા અને યુજીવીસીએલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા પાંચ હજારની લાંચ લેતો ઝડપાયો હતો. આ અંગે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વીજ ચોરીનો કેસમાં હેરાન ન કરવા બદલ લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો 2 - image

(પોલીસ કોન્સ્ટેબલ  પુષ્પેન્દ્રસિંહ ચંદાવત)

અમદાવાદના દસ્ક્રોઇના ગામમાં રહેતા એક વ્યક્તિ સામે વર્ષ ૨૦૨૦માં રૂપિયા ૧.૨૯ લાખની વીજચોરીનો કેસ  સાબરમતી સ્થિત યુજીવીસીએલ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. જે કેસની તપાસ પોલીસ કોન્સ્ટેબલ  પુષ્પેન્દ્રસિંહ ચંદાવતને સોંપવામાં આવી હતી.  આ કેસમાં આરોપી  ૧.૨૯ લાખની રકમ ભરી શકે તેમ ન હોવાથી તેમણે કેસમાં હળવાશ રાખવા માટે  કોન્સ્ટેબલને રજૂઆત કરી હતી. જેથી પુષ્પેન્દ્રસિંહે કેસમાં હેરાન ન કરવા અને કેસ લોક અદાલતમાં મોકલી આપવાના બદલામાં ૧૦ હજારની લાંચ માંગી હતી. જેમાં રકઝકના અંતે પાંચ હજારની રકમ નક્કી થઇ હતી.  જે અનુસંધાનમાં ફરિયાદીએ એસીબીને જાણ કરતા સુભાષબ્રીજ સર્કલ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

વીજ ચોરીનો કેસમાં હેરાન ન કરવા બદલ લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો 3 - imageઅન્ય બનાવમાં જુહાપુરામાં રહેતા વ્યક્તિએ રાશન કાર્ડ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની  મકતમપુરા વોર્ડની સબ ઝોનલ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર સુનિલ ભોજાવિયાનો સંપર્ક કર્યો હતો. જે માટે તેણે ૪૫૦૦ રૂપિયા માંગ્યા હતા અને તે પૈકી ત્રણ હજાર રૂપિયા ચુકવી દેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૧૫૦૦ પૈકી ૫૦૦ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. જે અંગે  ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ એપીએમસીના મુખ્ય ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું.

વીજ ચોરીનો કેસમાં હેરાન ન કરવા બદલ લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો 4 - imageજેમાં સુનિલ ભોજાવિયા વતી લાંચ લેતા તેના કમરૂદ્દીન શેખ નામના મળતિયાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બંને ગુના અંગે એસીબીએ વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News