આરોપીને બચાવવાના બદલામાં બે લાખની લાંચ લેતા છજીૈં ને ઝડપી લેવાયા

વીરપુર ગામનો યુવક સગીરાને ભગાડી ગયો હતો

આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને વીરપુર ગામના પૂર્વ સરંપચે અસલાલીમાં પોક્સોનો કેસ નહી નોંધવામાં માટે રૂપિયા સાત લાખની લાંચ માંગી હતી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
આરોપીને બચાવવાના બદલામાં બે લાખની લાંચ લેતા છજીૈં ને ઝડપી લેવાયા 1 - image

અમદાવાદ,સોમવાર

અમદાવાદ ગ્રામ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ સોમવારે  ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને અસલાલીના વિરપુર ગામના પૂર્વ સરપંચને રૂપિયા  બે લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા. અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વીરપુર ગામમાં રહેતો એક યુવક સગીરાને ભગાડીને લઇ ગયો હતો. આ કેસમાં સગીરાને પોલીસ સ્ટેશનમાં રજૂ કરીને યુવક વિરૂદ્વ પોક્સો હેઠળ ગુનો નહી નોંધીને સમાધાન કરવાના બદલામાં પૂર્વ સરપંચ અને પોલીસ કર્મચારી દ્વારા અગાઉ પાંચ થી સાત લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. અસલાલીના વીરપુર ગામમાં રહેતો એક યુવક થોડા સમય પહેલા એક સગીરાના ભગાડી ગયો હતો. જે સંદર્ભમાં અસલાલી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જે કેસમાં સમાધાન થાય તે માટે યુવકના કાકા  તરફથી પ્રયત્નો કરવામાં આવતા હતા. જે દરમિયાન ગામના પૂર્વ સરપંચ ઇશ્વરભાઇ ઠાકોરે તેમને આ કેસમાં સમાધાન કરાવવાના બદલામા સાત લાખનો ખર્ચ થશે તેમ કહ્યું હતુ અને ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે નોકરી કરતા કરણસિંહ ગોહિલ સાથે બેઠક કરાવી હતી. જે પછી કેસમાં સગીરાના કાસીન્દ્રા આઉટ પોસ્ટમાં રજૂ કરીને યુવક વિરૂદ્વ પોક્સોનો ગુનો ન નોંધવા માટેની ખાતરી આપી હતી.  જે માટે છેવટે બે લાખ રૂપિયા નક્કી કરાયા હતા. જો કે ,યુવકના કાકા લાંચ રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે આ ંઅંગે એસીબીમાં ફરિયાદ કરતા  એએસઆઇ કરણસિંહના ધોળકામાં આવેલા રોયલ સેરેનીટી બંગ્લોઝ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બંનેને રંગે હાથે ઝડપી લેવાયા હતા. આ અંગે એસીબીએ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News