15 દિવસ પહેલાં બીજા લગ્ન કરનાર અબ્દુલસાજીદ ઉર્ફેચંદુની તેના ત્રણ સાળા અને સાગરીતે હત્યા કરી
વડોદરાઃ તુલસીવાડી વિસ્તારના અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુની ગઇરાતે હરણીરોડ રૃપમ સિનેમા નજીક થયેલી હત્યાના બનાવનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે.ચંદુની હત્યા તેના ત્રણ સાળા અને એક સાગરીતે કરી હોવાની વિગતો ખૂલતાં પોલીસે એક સાળા અને તેના સાગરીતને ઝડપી પાડયા છે.
તુલસીવાડીના સયાજી નગરમાં રહેતા અબ્દુલસિરાજ શેખે તેના ભાઇ અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુની રૃપમ સિનેમા નજીક ચાર હત્યારાઓએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સીસીટીવી બતાવતાં તેમાં મરનારના ભાઇએ ચાર જણાને ઓળખી બતાવ્યા હતા.જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
ઉપરોક્ત બનાવમાં પોલીસે આરોપીઓની તપાસ કરતાં સ્કૂટર પર વડોદરાથી દેવગઢ બારીયા ભાગી ગયેલા મરનારના સાળા અવેશ ઉર્ફે ઉવેશ કાસમભાઇ શેખ(ગેંડાફળિયા,હાથીખાના) અને તેના સાગરીત મહંમદ રિયાઝ મહંમદ ઇદરિશ ઉર્ફે મુન્ના પઠાણ(ચિત્તેખાનની ગલી,ગેંડાફળિયા) ની ધરપકડ કરી હતી.જ્યારે,મરનારના બીજા બે સાળા જીલાણી અને ઉમરની શોધખોળ જારી છે.પોલીસે તેમની પાસે સ્કૂટર પણ કબજે કર્યું હતું.
હત્યાના કારણ અંગે ફરિયાદીએ કહ્યું હતું કે,મારા ભાઇ ચંદુએ ગઇ તા.૩જીએ શબનમ સાથે બીજા લગ્ન કર્યા હતા.જેથી તેની અદાવત રાખીને તેની હત્યા કરવામાં આવી હતી.
હત્યારાઓએ બકરી ઇદ પછી હત્યા કરવાની ધમકી આપી હતી
અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુની હત્યાના બનાવમાં પોલીસ ફરિયાદ કરનાર તેના ભાઇએ પોલીસને કહ્યું છે કે,મારા ભાઇએ બીજા લગ્ન કર્યા હોવાથી તેના સાળાઓએ બહેનને પાછી સોંપવા કહ્યું હતું.તેમણે એમ પણ કહ્યું હતું કે,બકરીઇદ જવાદે અમે તને હલાલ કરી દઇશું.