નારોલ તરફ જતા રોડ ક્રોસ કરી રહેલા યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા સ્થળ ઉપર મોત
ઇસનપુરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની
યુવક દૂર સુધી ઢસડાયો અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો
અમદાવાદ, શુક્રવાર
ઇસનપુર ચાર રસ્તા પાસે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં ત્યાં આવેલ મુકેશ ઈન્ડસ્ટ્રીઝ બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામેથી યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે પુરઝડપે આવી રહેલ બાઇક ચાલકે તેને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે કરૃણ મોત નિપજ્યુ હતંુ. અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
યુવક દૂર સુધી ઢસડાયો અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો ઃ ટ્રાફિક પોલીસે ગુનો નાંેધીને તપાસ હાથ ધરી
દરીયાપુરમાં રહેતો યુવક ગુરુવારે સાંજના સમયે યુવક કામ અર્થે ઈસનપુર ચાર રસ્તાથી નારોલ તરફ જતા મુકેશ ઈન્ડસ્ટ્રીઝ બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલકે મોહંમદ અનીશને ટક્કર મારી હતી. યુવક દૂર સુધી ઢસડાયો હતો જેથી જમીન પર પટકાતા તેમને માથાના સહીત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.
૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહેતી હતી ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જો કે અકસ્માત બાદ બાઇક લઇને ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર બાઇક ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.