Get The App

શાહીબાગમાં પોતાના ઘર પાસે મધરાતે યુવકના ગળે છરી મૂકી લૂંટી લીધો

લિથો પ્રેસથી હાજીપુરા ગાર્ડન તરફ જવાના રસ્તા પર બનેલી ઘટના

લૂંટારુ ટોળકીએ તારી પાસે જે હોય તે આપી કહી ૧૮,૦૦૦ની મત્તા લૂંટી લીધી

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
શાહીબાગમાં પોતાના ઘર પાસે મધરાતે યુવકના ગળે છરી મૂકી લૂંટી લીધો 1 - image

અમદાવાદ,મંગળવાર

અમદાવાદમાં પોલીસની નિષ્ક્રયતાના કારણે લૂંટારુ ટોળકી બેફામ બની રહી છે, શાહીબાગમાં મધરાતે યુવકને પોતાના ઘર પાસે રોકીને ગળા ઉપર છરી મૂકીને ડરાવી ધમકાવીને રૃા. ૧૮.૫૦૦ની મત્તાની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક નોકરીથી ઘરે જતા  મિત્ર સાથે ફોન પર વાત કરતો હતો ત્યારે લૂંટારુ ટોળકીએ તારી પાસે જે હોય તે આપી કહી  ૧૮,૦૦૦ની મત્તા લૂંટી લીધી

 આ કેસની વિગત એવી છે કે  શાહીબાગ ટાટા એડવાન્સ મીલની ચાલીમાં રહેતા અને એલિસબ્રિજ વિસ્તારમાં કોલ સેન્ટરમાં નોકરી કરતા કિર્તનભાઇ કૈલાસમુલ મુલચંદાની  (ઉ.વ.૨૪)એ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે  યુવક તા.૧૫ના રોડ દોઢ વાગે નોકરી સ્થળેથી નીકળ્યો હતો અને પોતાની ચાલી નજીક આવતા મિત્ર સાથે ફોન ઉપર વાતો કરતો હતો, આ સમયે નંબર પ્લેટ વગરના મોપેડ આવેલા ત્રણ શખ્સોએ યુવકના મોપેડની ચાવી કાઢી લીધી હતી.

યુવક કંઇ વિચારે તે પહેલા એક શખ્સે તેના ગળા ઉપર છરી મૂકી હતી  અને  તારી પાસે જે હોય તે આપી  દે યુવકે હું સામે ચાલીમાં રહે છુ મારી પાસે ખાસ કંઇ નથી તેમ કહ્યુ હતું. જેથી આરોપીએ યુવકને ડરાવી ધમકાવીને તેના ખિસ્સામાં મોબાઇલ અને રોકડા ૫૦૦ મળી કુલ ૧૮.૫૦૦ની મત્તાની લૂટ ચલાવ્યા બાદ યુવકના મોપેડની ચાવી નાંખીને નાસી ગયા હતા. આ બનાવ  અંગે માધુપુરા પોલીસે લૂંટનો ગુનો નોંધી  સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ઇસનપુરમાં રહેતા શ્રમજીવી યુવકને પોતાના ઘર પાસે બે શખ્સોએ રોક્યો હતો, જેમાં એક શખ્સે ગળા ઉપર છરી મૂકી હતી અને બીજાએ યુવકના બન્ને હાથ પકડી રાખ્યા હતા અને યુવક પાસેથી રોકડા રૃા. ૧૨૦૦ની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા


Google NewsGoogle News