દૂધેશ્વર બ્રિજ પર મોબાઇલ લૂંટયો, બેન્કમાં ખાતુ બંધ કરાવા ગયા તો ૩૦,૫૫૦ ઉપડી ગયા
પતિ-પત્ની સવારે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે જતા હતા
લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
,શનિવાર
પૂર્વ વિસ્તારમાં વહેલી સવારે દેવ મંદિરે જતા સિનિયર સિટીઝનને લૂંટારુ ટોળકી ટાર્ગેટ કરી રહી છે. તાજેતરમાં ન્યું રાણીપ ખાતે રહેતા પતિ-પત્ની વહેલી સવારે દૂધેશ્વર બ્રિજ ઉપરથી શાહીબાગ સ્વામિનાયણ મંદિરે દર્શન કરવા માટે જતા હતા આ સમયે બાઇક ઉપર આવેલા શખ્સોએ તેમનો મોબાઇલ લૂંટી લીધો હતો. વૃધ્ધ બેન્કમાં એકાઉન્ટ બંધ કરાવવા ગયા ત્યારે ખબર પડીને તેમના ખાતામાંથી રૃા.૩૦,૫૫૦ ઉપાડી લીધા હતા. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માધુપુરા પોલીસે સાત હજારના મોબાઇલ સહિત ૩૭,૫૦૦ની લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
ન્યું રાણીપમાં રહેતા વૃદ્ધે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૨ના રોજ ફરિયાદી અને તેમના પત્ની મોપેડ ઉપર બેસીને શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે જતા હતા.
સવારે ૬ વાગે દૂધેશ્વર બ્રિજથી શાહીબાગ તરફ જતા હતા આ સમયે બાઇક ઉપર આવેલા બે શખ્સોએ તેમના ખિસ્સામાં રૃા.૭,૦૦૦ની કિંમતનો મોબાઇલ લૂંટી લીધો હતો. વૃદ્ધ બેન્કમાં ખાતુ બંધ કરાવવા માટે ગયા ત્યારે ખબર પડી કે ગુગલ પે એપ્લીકેશનના પાસવર્ડથી તેમના ખાતામાંથી રૃા.૩૦,૫૫૦ ઉપડી ગયા હતા.