એરપોર્ટ ટર્મીટલ સ્ટોરમાં નોકરી કરતી યુવતી સાથે પ્રેમ સબંધ માટે દબાણ કરી છેડતી કરી
સામેના સ્ટોરમાં નોકરી કરતા યુવક સામે યુવતીએ આક્ષેપો કર્યા
પ્રેમ સબંધનો ઇન્કાર કરતા યુવતીને લાફો માર્યો
અમદાવાદ, બુધવાર
અમદાવાદ એરપોર્ટ ટર્મીનલ ઉપર નોકરી કરતી યુવતીને સામેના સ્ટોર ઉપર નોકરી કરતો યુવક પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતો હતો એટલું જ નહી યુવતીએ પ્રેમ સબંધ રાખવાનો ઇન્કાર કરતા લાફો મારીને છેડતી કરી હતી અને નોકરીમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખુરસી ઉપરથી ઉભી કરી, તું બીજા સાથે કેમ વાતચીત કરેછે કહી નોકરીમાંથી કઢાવવાની ધમકી આપી, પ્રેમ સબંધનો ઇન્કાર કરતા યુવતીને લાફો માર્યો
વટવામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી અને અમદાવાદ એરપોર્ટના ટર્મીનલ ઉપર સ્ટોરમાં નોકરી કરતી ૨૧ વર્ષીય યુવતીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એરપોર્ટ ટર્મીનલ ઉપર એક સ્ટોરમાં નોકરી કરતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી કેટલાક સમયથી યુવતી સાથે જબ જબરી પૂર્વક પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને યુવતી કોઇની સાથે વાતચીત કરતી હોય ત્યારે તે બીજા સાથે વાતચીત નહી કરવાની વાત કરતો હતો.
ગયા મહિને યુવતી સ્ટોર ઉપર હાજર હતી ત્યારે તે તેની પાસે ગયો હતો અને યુવતીને ખુરસીમાંથી ઉભી કરીને તેની ખુરસી ઉપર બેસી ગયો હતો અને તું બીજા સાથે કેમ વાતચીત કરેે છે તેમ કહીને નોકરીમાંથી કઢાવી મુકવાની ધમકી આપી હતી. થોડી વારમાં પરત આવીને પ્રેમ સબંધ રાખવા દબાણ કરતા યુવતીએ ઇન્કાર કરી દીધો હતો જેથી ઉશ્કેરાઇને યુવતીનો હાથ ખેંચીને લાફો મારીને લાજ લેવાના ઇરાદે બળજબરી પૂર્વક શરીરે સ્પર્શ કરીને છેડતી કરી હોવાનો યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.