Get The App

હાથીજણમાં કન્ટ્રકશન સાઇટ ઉપરથી લોખંડના ફર્મા ચોરનારી ટોળકી ઝડપાઇ

સાત દિવસ પહેલા મધરાતે રૃા.૭૩ હજારના ૧૦૧ ફર્માની ચોરી કરી હતી

બોલેરો કાર સહિત ખેડાના ત્રણ શખ્સોને પકડી પાડયા

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
હાથીજણમાં કન્ટ્રકશન સાઇટ ઉપરથી લોખંડના ફર્મા ચોરનારી ટોળકી ઝડપાઇ 1 - image

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદ જિલ્લાના હાથીજણમાં કન્ટ્રક્શન સાઇટ ઉપર સાત દિવસ પહેલા મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા અને સ્થળ  ઉપરથી સેન્ટીગના કામમાં આવતા લોખંડના રૃા. ૭૩ હજારની કિંમતના કુલ ૧૦૧ ફાર્માની ચોરી કરી હતી. આ બનાવ અંગે વિવેકાનંદનનગર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ખેડાના ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

વિવેકાનંદનગર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે બોલેરો કાર સહિત ખેડાના ત્રણ શખ્સોને પકડી પાડયા

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, આર.એ.જાદવના જણાવ્યા મુજબ હાથીજણ વિસ્તારમાં સપ્તાહ પહેલા એક કન્ટ્રક્શન સાઇટ ઉપર મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા અને ધાબુ ભરવા  માટે વપરાતા લોખંડના સેટીંગના કુલ ૧૦૧ ફર્માની ચોરી કરી હતી. બનાવ અંગે વિવેકાનંદનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અલગ અલગ ટીમો બનાવીને વિસ્તારના સંખ્યા બંધ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.

જેમાં એક બોલેરો કારમાં ફાર્મા લઇને જતા હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે કારના નંબર આધારે સર્ચ મારીને કાર ખેડા વિસ્તારમાં ફરતી હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી જેને લઇને પોલીસે ખેડામાં તપાસ કરતાં ખેડામાં ઇન્દીરાનગરી હરીયાળી ગામ ખાતે રહેતા નીતીનભાઇ ઉર્ફે પલો જગદીશભાઇ રાવળ (ઉ.વ.૨૮) તથા ખેડા જિલ્લાના વટવી ફળી ગામમાં રહેતા પિયુષકુમાર દિલીપભાઇ પટેલ (ઉ.વ.૩૧) તેમજ ખેડા જિલ્લાના હુરાહામણ ફળીયું ચકલાસીના વતની અને હાલમાં હાથીજણ વિવેકાનંનદનગરમાં રહેતા રણજીતભાઇ ઉર્ફે લાલો લાલજીભાઇ ઠાકોરનો સમાવેશ થાય છે.



Google NewsGoogle News