Get The App

કર્ણાટકથી ફોન આવ્યો રૃપિયા આપી દો નહીતર તારા ભાઇને મારી નાખીશું

કૃષ્ણનગરમાંથી રૃપિયાની લેતી દેતીમાં વેપારીનું અપહરણ

અપહરણ કરીને લઇ ગયા પછી યુવકે એરપોર્ટ ઉપર હોવાની વાત કરી

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
કર્ણાટકથી ફોન આવ્યો રૃપિયા આપી દો નહીતર તારા ભાઇને મારી નાખીશું 1 - image

અમદાવાદ, શનિવાર

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને સાડીની દુકાન ધરાવતા યુવકનું બે દિવસ પહેલા  રૃપિયાની લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકે તેના સગા સાથે વાત કરી કે તે એરપોર્ટ છે ત્યારબાદ સગાએ ફોન કરતા આરોપી અને યુવક બન્નેના ફોેન સ્વીચ ઓફ આવતા હતા. બીજા દિવસે કર્ણાટકથી આરોપીએ યુવકના ભાઇને ફોન કરીને રૃપિયા આપી દો નહીતર તારા ભાઇને મારી  નાંખીશું તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અપહરણ કરીને લઇ ગયા પછી યુવકે એરપોર્ટ  ઉપર હોવાની વાત કરી બાદમાં આરોપી અને યુવક બન્નેના મોબાઇલ સ્વીચ ઓફ થયા

આ કેસની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં નરોડા રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રકાશ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૭ના રોજ તેઓ વતનમાં હતા ત્યારે તેમના સગાએ ફોન કરીને જાણ કરી હતી કે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને મનોહર વિલા ચાર રસ્તા પાસે સાડીની દુકાન ધરાવતા ફરિયાદીના ભાઇ દુકાને હાજર હતા ત્યારે આરોપી તેમના ત્યાં ગયો હતો.

થોડી વાર બાદ આરોપીએ ફરિયાદીના સગાને કહ્યું કે યુવક અમારી સાથે છે  બીજીતરફ  યુવકે પણ ફોન કરીને હું આરોપી સાથે એરપોર્ટ ઉપર છું થોડી વારમાં આવીશ તેવી વાત કરી હતી. બીજા દિવસે યુવકના સગાએ ફોન કર્યો તો બન્નેના ફોન સ્વીચ ઓફ આવતા હતા. ફરિયાદીના ભાઇ ઉપર કર્ણાટકથી આરોપીનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું કે તમારો ભાઇ મારી પાસે છે તમો રૃપિયા આપી દો નહીતર તેને જાનથી મારી નાંખીશું. 


Google NewsGoogle News