આઇપીએસ અધિકારીના બાતમીદાર ઉપર હુમલો કરાવવા કિશોરોને ૪ હજારની સોપારી આપી હતી

દાણીલીમડામાં વૃદ્ધ ઉપર જીવલેણ હુમલામાં સોપારી કિલિંગ હોવાનું બહાર આવ્યું

આરોપીએ નાર્કોટિકસ, પ્રોહીબીશન,લૂંટ, હત્યાના પ્રયાસ સહિત ૧૨ ગુના આચર્યા છે

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
આઇપીએસ અધિકારીના બાતમીદાર ઉપર હુમલો કરાવવા કિશોરોને ૪ હજારની સોપારી આપી હતી 1 - image

અમદાવાદ, શુક્રવાર 

દાણીલીમડામાં આઈપીએસ અધિકારીના બાતમીદાર વૃદ્ધ ઉપર ૧૩ દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.  આ કેસમાં પોલીસે બે કિશોર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે, પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી  બાબત સોપારી કિલિંગ હોવાનું બહાર આવ્યું છે. જેમાં મુખ્ય આરોપીએ વૃદ્ધને માર મારવા કિશોરને રૃા. ૪ હજારની સોપારી આપી હતી ઉપરાંત મુખ્ય આરોપી  ગંભીર લૂંટ, હત્યાના પ્રયાસ સહીત કુલ ૧૨ જેટલા ગંભીર ગુના આચર્યા છે.

બે કિશોર સહિત ત્રણની ધરપકડ મુખ્ય આરોપીએ નાર્કોટિકસ, પ્રોહીબીશન,લૂંટ, હત્યાના પ્રયાસ સહિત ૧૨ ગુના આચર્યા છે

ઇસનપુરમાં રહેતા વૃદ્ધ ૧૩ દિવસ પહેલા ટુ-વ્હીલર લઈને જમાલપુર બજારમાં શાકભાજી લેવા જતા હતા ત્યારે જમાલપુર પાસે પહોચ્યા તે સમયે બર્ગમેન ટુ-વ્હીલર પર બુકાનીધારી બે શખ્સોએ તેમને રોકીને લોખંડની પાઈપ અને ધોકાથી માર મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઇ જતા બંને આરોપીઓ નાસી ગયા હતા. વૃદ્ધ અમદાવાદના આઈપીએસ અધિકારીને ફોન કરીને ત્યારબાદ વિડીયો કોલ કરીને પોતાની હાલત અંગે જાણ કરતા સ્થાનિક અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા. વૃદ્ધને સારવાર કરાવ્યા બાદ આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે દાણીલીમડાના કુખ્યાત આરોપી લઈક અંસારી અને બે કિશોરની દાણીલીમડાના બેરલ માર્કેટમાંથી ઝોન-૬ એલીસીબી સ્કવોર્ડે ધરપકડ કરીને કિશોરની તેના પરિવારની હાજરી પોલીસે પૂછપરછ કરતા લઈકે રૃા.૪૦૦૦ આપીને આમીન કુરેશીને માર મારવા માટે સોપારી આપી હતી. પોલીસે કુખ્યાત લઈક અંસારીની ધરપકડ કરી ત્યારે તેના ઘરેથી રોકડા રૃપિયા ૪ લાખ પણ પોલીસને મળી આવ્યા છે. બીજીતરફ મુખ્ય આરોપીએ  અત્યાર સુધીમાં હત્યાની કોશિષ લૂંટ સહીત ૧૨ થી પણ વધુ ગંભીર ગુના આચર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.



Google NewsGoogle News