Get The App

CBSEના ૪૧ વિદ્યાર્થીઓનો બેઝિક ગણિત છતાં સાયન્સ-A ગુ્રપમાં પ્રવેશ

આ વિદ્યાર્થીઓનો પ્રવેશ માન્ય રાખવા હવે ગુજરાત બોર્ડ ૧૯ ડિસેમ્બરે અલગથી ગણિતની પરીક્ષા લેશે

Updated: Nov 30th, 2021


Google News
Google News
CBSEના ૪૧ વિદ્યાર્થીઓનો બેઝિક ગણિત છતાં સાયન્સ-A ગુ્રપમાં પ્રવેશ 1 - image

અમદાવાદ,

સીબીએસઈના ધો.૧૦ના બેઝિક ગણિત પાસ વિદ્યાર્થીઓને ગત વર્ષ બાદ આ વર્ષે પણ ધો.૧૧ સાયન્સમાં બી ગુ્રપમાં પ્રવેશ આપવા માટે સ્કૂલોને મંજૂરી અપાઈ હતી.પરંતુ કેટલીક ખાનગી સ્કૂલે બારોબાર સાન્યસમાં એ ગુ્રપમાં પ્રવેશ આપી દીધો હતો.જેને પગલે બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને આવા વિદ્યાર્થીઓની અને સ્કૂલોની યાદી મંગાવી હતી.બોર્ડને મળેલી માહિતી મુજબ બેઝિક ગણિત પાસ ૪૦થી વધુ વિદ્યાર્થીઓને એ ગુ્રપમાં પ્રવેશ આપી દેવાયો છે.આ વિદ્યાર્થીઓની હવે ગુજરાત બોર્ડ  હાલના બોર્ડના કોર્સ મુજબ ગણિતની પરીક્ષા ૧૯મી ડિસેમ્બરે લેશે.

સીબીએસઈના ધો.૧૦ના બેઝિક ગણિત પાસ વિદ્યાર્થીઓને અમદાવાદ,સુરત,જુનાગઢ,પાટણ,કચ્છ,ભરૃચ,આણંદ અને ભાવનગર  શહેરની ઘણી સ્કૂલોએ ૧૧ સાયન્સના એ ગુ્રપમાં પ્રવેશ આપી દીધો હોવાનું ગુજરાત બોર્ડને ધ્યાને આવ્યા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ તમામ શહેરના ડીઈઓને પરિપત્ર કરીને એ ગુ્રપમાં પ્રવેશ મેળવનારા બેઝિક ગણિત પાસ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા અંગે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાવવા અંગે સૂચના આપવામા આવી છે.૪૧ જેટલા વિદ્યાર્થીઓને એ ગુ્રપમાં પ્રવેશ આપી દેવાયો છે અને આ વિદ્યાર્થીઓની હવે ૧૯મી ડિસેમ્બરે ગુજરાત બોર્ડ દ્વારા નિયમ મુજબ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે.જે જુલાઈ ૨૦૨૧ની પુરક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૃપ મુજબ લેવાશે.ગાંધીનગરના જ એક કેન્દ્રમાં સવારે ૧૧થીબપોરના ૨ દરમિયાન ગણિતની પરીક્ષા લેવાશે.

નિયમ પ્રમાણે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓએ આ ગણિતની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે અનેજે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરશે તેઓનો જ સાયન્સના એ ગુ્રપમાં પ્રવેશ માન્ય રહેશે.ગુજરાત બોર્ડ દ્વારા પણ ચાલુ વર્ષથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ધો.૧૦ બેઝિક-સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લાગુ કરાઈ છે પરંતુ જેની પ્રથમ પરીક્ષા માર્ચમાં લેવાનાર છે અને જેથી ગુજરાત બોર્ડ પાસે હાલ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષાનું પરિરૃપ-માળખુ નથી.જેથી સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડના જ ગણિત વિષય(૧૨)ના પરિરૃપ મુજબ પરીક્ષા લેવાશે.સ્કૂલોના આચાર્યએ આ વિદ્યાર્થીઓના નમુનામાં ફોર્મ ભરાવી અને ૧૩૦ રૃપિયાની ફીના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે બોર્ડની કચેરીએ જમા કરવાના રહેશે.મહત્વનું છે કે સીબીએસઈના બેઝિક ગણિતના ૪૧ વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ જતા તે હવે માન્ય કરવા પડે તેમ હોઈ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ સરકારે સ્ટાન્ડર્ડ ગણિત પરીક્ષા પાસ કરી એ ગુ્રપ પ્રવેશ માન્ય કરવા નિયમ કર્યો છે.

 

 

 

 

 

Tags :
CBSEGujarat-BoardBasic-maths

Google News
Google News