કાર ભાડે લીધા બાદ વસીમે 36 લાખનો ચૂનો ચોપડયો, બે કાર વગે કરી

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
કાર ભાડે લીધા બાદ વસીમે 36 લાખનો ચૂનો ચોપડયો, બે કાર વગે કરી 1 - image


Vadodara Car Rent Scam : વડોદરાના વાઘોડિયા રોડ ખાતે ઓફિસ ધરાવી કાર ભાડે આપવાનો ધંધો કરતા બે ભાગીદારને ચૂનો ચોપડનાર વસીમ નોબારા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 

ભાવનગરના રાજનગર ખાતે રહેતા જીગ્નેશ ચાવડાએ પોલીસને કહ્યું છે કે, હું અને મારા મિત્ર સાગર ડાંગર કાર ભાડે આપવાનો ધંધો કરીએ છીએ. ઓગસ્ટ 2023 માં હાથીખાનાના ઐયાઝ મારફતે ગાડી ગીરે તેમજ ભાડે આપતા વસીમ નોબારા (ભોજ ગામ, પાદરા તાલુકો) સાથે ઓળખાણ કરાવી હતી. 

વસીમે ધોલેરા એરપોર્ટ ખાતે તેનું કામ ચાલે છે અને ઘણી ગાડીઓ ભાડે આપી છે તેમ કહેતા અમે તેને કાર ભાડે આપી હતી. જેનું નિયમિત ભાડું મળતા અમને વિશ્વાસ બેઠો હતો અને ચાર ગાડી ભાડે આપી હતી. આ દરમિયાન વસીમ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને તેને પાસા હેઠળ જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો.

વસીમે આ ગાડીઓનું રૂ.36 લાખ જેટલું ભાડું અને રૂ.15 લાખની થાર તેમજ 8 લાખની વર્ના કાર પરત કરી નથી. જેથી ક્રાઈમ બ્રાન્ચે વસીમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News