ગુજરાત પોલીસના 19 અધિકારી જવાનોને રાષ્ટ્રપતિના ચંદ્રક જાહેર
- પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ
- અમદાવાદના PI બી.એન.શાહ અને કે.જે.ચાંદનાને વિશિષ્ટ સેવા મેડલ
DySP કે.પી.પટેલ સહિત 17ને પ્રસંશનીય સેવા મેડલ
ગાંધીનગર, તા. 25 જાન્યુઆરી, 2021, સોમવાર
26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ગુજરાત પોલીસમાં બે વિશિષ્ટ સેવા મેડલ અને 17 પ્રસંશનીય સેવા મેડલ જાહેર કર્યા છે જેમાં બે આઈપીએસ, છ નાયબ પોલીસ અધિક્ષક, ચાર પોલીસ ઈન્સ્પેકટર સહિત 19 જવાનોનો સમાવેશ થાય છે. આગામી દિવસમાં તેમને આ મેડલ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ મેડલ મેળનાર અધિકારી, જવાનોને રાજય પોલીસ વડા દ્વારા અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોને પ્રસંશનીય સેવા અંગેના પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિશિષ્ટ સેવા મેડલ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના ઈન્સ્પેકટર બી.એન.શાહ અને વાયરલેસ પોલીસ ઈન્સ્પેકટર કે.જે.ચાંદનાને જાહેર કરાયા છે.
જયારે પ્રસંશનીય સેવા મેડલ મેળવનાર અધિકારી અને જવાનોમાં સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના પોલીસ મહાનિરિક્ષક અર્ચના શિવહરે, ભુજના પોલીસ મહાનિરિક્ષક જે.આર.મોથલીયા, બનાસકાંઠાના ડીવાયએસપી આર.કે.પટેલ, સુરત શહેરના નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સરવૈયા, કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલના નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.માલી,
એસઆરપી જુથ-1ર ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ઉલવા, ચેતક કમાન્ડો ફોર્સ ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.બારડ, વલસાડ એસઆરપી જુથ-14ના નાયબ પોલીસ અધિક્ષક કે.પી.પટેલ, સીઆઈડી ક્રાઈમના પોલીસ ઈન્સ્પેકટર એચ.એમ.ગઢવી,એસઆરપી જુથ-18 કેવડીયાના પોલીસ ઈન્સ્પેકટર કે.આર.પટેલ, સુરતના મદદનીશ સબ ઈન્સ્પેકટર જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ પટેલ,
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના મદદનીશ સબ ઈન્સ્પેકટર બલવંતભાઈ લધરભાઈ ગોહિલ, પાટણના મદદનીશ સબ ઈન્સ્પેકટર ધર્મેન્દ્રસિંહ સોમસિંહ ચૌહાણ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના હેકો.હિંમતસિંહ ભુરાભાઈ બામણીયા, સુરતના હેકો.યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ કોસડા, એસઆરપી જુથ-3 મડાણાના મદદનીશ સબ ઈન્સ્પેકટર કીરીટકુમાર ડાહયાલાલ જયસ્વાલ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ કો.નારણભાઈ કરશનભાઈ પંપાણીયાનો સમાવેશ થાય છે.
આ પોલીસ અધિકારીજવાનોને આગામી દિવસોમાં આ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ પણ રાષ્ટ્રપતિના પોલીસ મેડલ મેળવનાર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
6 પોલીસ જવાનોને ગૃહ મંત્રાલયનો જીવનરક્ષા પદક
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ મેડલની સાથે ગૃહમંત્રાલય દ્વારા પોતાની જીંદગી જોખમમાં મુકીને જીવ બચાવનાર પોલીસ જવાનોને જીવનરક્ષા મેડલ પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતના ટ્રાફિક કોન્સ્ટેબલ રામસિંહ રતનાભાઈ શામડને ઉત્તમ જીવનરક્ષા તો અમદાવાદના ટ્રાફીક હેકો.વિરભદ્રસિંહ તેજસિંહ રહેવર, ચેતક કમાન્ડો યુનિટ-1 ગાંધીનગરના હેકો. રાકેશભાઈ બી જાદવ, એસઆરપી જુથ-ર ના કોન્સ્ટેબલ મનમોહનસિંહ નાગજીભાઈ રાઠોડ, એસઆરપી જુથ-રના કો. ભાવેશકુમાર સતુજી વિહોલ અને કો. ઈશ્વરભાઈ મનુભાઈ સંગાડાને જીવનરક્ષા પદક જાહેર થયો છે.