અમદાવાદ જિલ્લામાં રવિવારે કોરોનાના 19 કેસ નોંધાયા
- ધોળકા, સાણંદમાંથી 6-6 કેસ મળ્યા
- દસક્રોઇના કાસિન્દ્રા ગામે જાસ્મિન-1 માંથી એકસામટા 4 કેસ મળી આવ્યા
અમદાવાદ,તા.27 સપ્ટેમ્બર 2020, રવિવાર
અમદાવાદ જિલ્લામાં આજે રવિવારે ધોળકા, સાણંદમાંથી ૬-૬, દસક્રોઇમાંથી ૫, બાવળા અને વિરમગામમાંથી ૧-૧ કેસ મળીને કુલ ૧૯ કોરોના સંક્રમણના કેસ મળી આવ્યા હતા. જિલ્લામાં કુલ કેસનો આંકડો ૨,૩૭૪ થઇ ગયો છે.
સાણંદના શેલામાં મહેર હોમ્સ, એપલવુડ નંદબાગ, સ્કાયસિટી સમત્વ બંગલોઝ, ચાંગોદરમાં રૂદ્ર આરંભ અને મોડાસર ગામેથી કેસ મળી આવ્યા હતા.ધોળકામાં ખારાકુવા, ઇંગોલી ગામ, કલીકુંડમાં શાંતિનગર સોસાયટી, દેવ વિશ્વ સોસાયટીમાંથી કોરોનાના કેસ મળી આવ્યા હતા.
દસક્રોઇ તાલુકામાં વહેવાલ ગામે નાની ખડકી, કાસિન્દ્રા ગામે જાસ્મિન ગ્રીન-૧ માંથી એક સામટા ૪ કેસ મળ્યા હતા. વિરમગામમાં આસ્થા વિનાયક સોસાયટીમાંથી તેમજ બાવળામાં મેઇન બજાર પંજાબ બેંક ખાતેથી કોરોનાનો એક કેસ મળ્યો હતો.
જિલ્લામાં સાણંદમાં ૫૫૦, ધોળકામાં ૫૧૦, દસક્રોઇમાં ૩૪૬, બાવળામાં ૨૮૨, દેત્રોજમાં ૭૩, ધંધૂકામાં ૨૧૪, ધોલેરામાં ૨૬, માંડલમાં ૮૯ અને વિરમગામમાંથી ૨૮૪ કેસ કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં નોંધાઇ ચૂક્યા છે. જિલ્લામાં ૨,૨૫૮ લોકો સાજા થયા છે. જ્યારે હાલમાં ં ૧,૫૮૨ લોકો 'હોમ કર્વારન્ટાઇન'માં છે.