રોગચાળાનો ઉપદ્રવ યથાવત અમદાવાદમાં છ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૫૭,ટાઈફોઈડના ૪૯ કેસ નોંધાવા પામ્યાં

ડેન્ગ્યુના ૧૮ તથા મેલેરીયાના ૧૪ કેસ ઉપરાંત ચીકનગુનીયાના ૮ જેટલા કેસ

Updated: Nov 10th, 2021


Google NewsGoogle News
રોગચાળાનો ઉપદ્રવ યથાવત અમદાવાદમાં છ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૫૭,ટાઈફોઈડના ૪૯ કેસ નોંધાવા પામ્યાં 1 - image


અમદાવાદ,મંગળવાર,9 નવેમ્બર,2021

અમદાવાદમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.બે ઋતુના અહેસાસની વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ઉપદ્રવ યથાવત જોવા મળી રહ્યો છે.છ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૫૭ અને ટાઈફોઈડના ૪૯ કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ડેન્ગ્યુના ૧૮ તથા ચીકનગુનીયાના આઠ કેસ સપાટી ઉપર આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, આ મહિનાના છ દિવસમાં શહેરમાં મેલેરીયાના ૧૪ કેસ તથા ઝેરી મેલેરીયાનો એક કેસ નોંધાયો છે.એડીશનલ મેડિકલ ઓફિસર ભાવિન જોશીના કહેવા પ્રમાણે, છ દિવસમાં પાણીજન્ય રોગ ઝાડા ઉલ્ટીના ૫૭ ઉપરાંત ટાઈફોઈડના ૪૯ તથા કમળાના ૨૩ કેસ નોંધાયા છે.કોલેરાનો એક પણ કેસ નોંધાવા પામ્યો નથી.ચાલુ વર્ષમાં રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે અત્યાર સુધીમાં ૭૬૦૫૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી ૨૦૨ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.ડેન્ગ્યુ ટેસ્ટ માટે છ દિવસમાં ૩૧૩ જેટલા સીરમ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.આ વર્ષે પાણીના ૧૬૧ સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા છે.


Google NewsGoogle News