કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,400 કરોડ બાકી વીજ જોડાણ માટે 1,046 કરોડ
વધુ ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં 56 નવા સબ-સ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને 33 સાગરકાંઠા વિસ્તારોમાં સ્થપાશે
ગાંધીનગર : રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 15568 કરોડ ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે દેશના માથાદીઠ વીજ વપરાશ 1181 યુનિટ સામે ગુજરાતમાં 2143 યુનિટ છે. રાજ્યમાં 19 લાખ ઘરમાં અને 14000 વેપારી એકમોને પાઇપ દ્વારા ગેસનું જોડાણ આપવામાં આવ્યું છે.
* ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતી માટે વીજળી પૂરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે 1400 કરોડ.
* બાકી રહેતા તમામ કૃષિવિષયક વીજ જોડાણો આપવાની કામગીરી પૂર્ણ કરવા માટે 1046 કરોડ.
* તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસ માટે વિનામૂલ્યે વીજળી પૂરી પાડવા 734 કરોડ.
* ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવાના ઉદ્દેશથી રીવેમ્પ્ડ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 100 કરોડ.
* વધુ ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં 56 નવા સબ-સ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને 33 સાગરકાંઠા વિસ્તારોમાં સ્થાપવામાં આવશે.
* ખેતીવાડી ફીડરોની જાળવણી અને વિભાજનની કામગીરી માટે જોગવાઇ 110 કરોડ.
* કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ ઓછી ક્ષમતાના 5 હજાર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લગાડવાની યોજના માટે 60 કરોડ.
* આદિજાતિ વિસ્તારોમાં સારા વોલ્ટેજ સાથે વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે 50 કરોડ.
* એગ્રીકલ્ચર પંપના સોલરાઇઝેશન માટેની પી.એમ.-કુસુમ યોજના અંતર્ગત 41 કરોડ.
* અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશના સીંગલ પોઇન્ટ વીજ જોડાણ માટે 22 કરોડ.