અમદાવાદમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા, ચાંદખેડામાં પાંચ,ઘાટલોડિયામાં ત્રણ, ચાંદલોડિયા,વેજલપુર,જોધપુરમાં ૧-૧ કેસ

ઈસનપુરના દેવકેસલ ફલેટના વીસ ફલેટના ૮૫ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News

     અમદાવાદમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા, ચાંદખેડામાં પાંચ,ઘાટલોડિયામાં ત્રણ, ચાંદલોડિયા,વેજલપુર,જોધપુરમાં ૧-૧ કેસ 1 - image

  અમદાવાદ,ગુરુવાર,11 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના ૧૬ કેસ નોંધાયા બાદ ગુરૃવારે નવા ૧૪ કેસ નોંધાતા બે દિવસમાં કોરોનાના કુલ ત્રીસ કેસ નોંધાતા વધેલા કોરોના સંક્રમણને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.શહેરમાં ગુરૃવારેચાંદખેડામાં પાંચ,ઘાટલોડિયામાં ત્રણ, ચાંદલોડિયા,વેજલપુર અને જોધપુર વોર્ડમાં કોરોનાનો નવો એક-એક કેસ નોંધાવા પામ્યો હોવાનુ તેમજ અન્ય વિસ્તારોમાં એક-એક કેસ મળી કુલ ૧૪ નવા કેસ નોંધાયા ં આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. ઈસનપુર વોર્ડમાં આવેલા દેવકેસલ ફલેટ-૧ના વીસ ફલેટના ૮૫ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,ગુરુવારે શહેરમાં નવા ૧૪ કેસ નોંધાવા પામ્યા છે.કોરોનાથી એક પણ દર્દીનું મોત થવા પામ્યુ નથી.ત્રણ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.ગુરુવારે  શહેરના ચાંદખેડા વોર્ડમાં વધુ પાંચ કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ઘાટલોડિયા વોર્ડમાં ત્રણ કેસ તેમજ જોધપુર,વેજલપુર અને ચાંદલોડિયા વોર્ડમાં એક-એક કેસ નોંધાવા પામ્યો હોવાનું  આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.ગુરૃવારે ૨૪૮૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૩૯૩૮ લોકોને રસીનો બીજો ડોઝ એમ કુલ મળી ૧૬૪૧૯ લોકોને રસી આપવામાં આવી હતી.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૧૮૩ લોકોએ રજીસ્ટ્રેશન કરાવતા આ પૈકી ૨૬૮૬ લોકોને રસી આપવામાં આવી હતી.


Google NewsGoogle News