પ્રસંશનીય કામગીરી કરનાર ગુજરાત પોલીસના ૧૧૦ અધિકારીઓને કમેન્ડેશન ડીસ્કથી સન્માનિત કરાયા
ગુજરાત ડીજીપી ચંદ્રક આપનાર દેશનું સાતમુ રાજ્ય
કરાઇ અકાદમી ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો
અમદાવાદ,ગુરૂવાર
રાજ્યમાં શાંતિ અને સુલેહ જળવાઇ રહે તે માટે નોંધપાત્ર કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને ડીજીપી કમેન્ડેશન ડીસ્કથી સન્માનિત કરવામાં આવે છે. જે કાર્યક્રમ ગાંધીનગર કરાઇ પોલીસ અકાદમી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૧૦ પોલીસ સ્ટાફને ડીજીપી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કરાઇ પોલીસ અકાદમી ખાતે પોલીસ અધિકારીઓને તેમની નોંધપાત્ર કામગીરી માટેનો કમેન્ડેશન ડીસ્ક એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૧૦ પોલીસ સ્ટાફને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સ્ટાફમાં કોન્સ્ટેબલથી માંડીને આઇપીએસ અધિકારીઓનો સમાવેશ થતો હતો. જેમાં બે એડીશનલ ડીજીપી, એક આઇજીપી, ૧૨ એસપી, ૧૬ ડીવાયએસપી, ૨૪ પીઆઇ, એક ઇન્ટેલીજન્સ, ૧૬ પીએસઆઇ, અને ૩૮ જેટલા એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. ગોલ્ડ ડીસ્ક એડીજીપી ખુરશીદ અહેમદ, આઇજીપી નિપૂર્ણા તોરવણે અને એસપી જી જી જસાણીને એનાયત કરવામાં આવી હતી.જ્યારે રાજકુમાર પાંડીયન, અજીત રાજયાન, રવિ તેજા, સંજય ખરાત, પ્રેમસુખ ડેલુ, ડૉ.પાર્થરાજગસિંહ ગોહિલ, ધમેન્દ્ર શર્મા,ચિંતન તૈરયા, ડૉ. રાજદીપસિંહ ઝાલા,નીતા દેસાઇ, ડૉ.કાનન દેસાઇ અને યુવરાજસિંહ જાડેજાને સિલ્વપ ડીસ્ક એનાયત કરવામાં આવી હતી.