અમદાવાદમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા
10513 લોકોને કોરોના વેકિસન અપાઈ
અમદાવાદ,મંગળવાર,2 નવેમ્બર,2021
અમદાવાદમાં મંગળવારે કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા
હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.સારવાર લઈ રહેલા નવ દર્દી સાજા થતા
હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.સોમવારે શહેરમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા
હતા.મ્યુનિ.તંત્ર તરફથી ૨૦૬૨ લોકોને કોરોના રસીનો પહેલો તથા ૮૪૫૧ લોકોને બીજો ડોઝ
મળી કુલ ૧૦૫૧૩ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી. બી.આર.ટી.એસ. અને એ.એમ.ટી.એસ. બંને
સ્થળોએ ૧૫૭ લોકોને તથા ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૯૭૧
લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૨૫૫૦ લોકોને કોરોના રસી આપવામાં આવી છે.