સ્ટ્રેસને છુમંતર કરી દે છે ટ્રાવેલિંગ, જાણો ફરવા જવાના અઢળક ફાયદા

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
સ્ટ્રેસને છુમંતર કરી દે છે ટ્રાવેલિંગ, જાણો ફરવા જવાના અઢળક ફાયદા 1 - image


                                                      Image Source: Freepik

અમદાવાદ, તા. 13 ઓક્ટોબર 2023 શુક્રવાર

શું તમને પણ હરવા-ફરવાનું પસંદ છે, શું તમે પણ વારંવાર ફરવા જવાનો પ્લાન બનાવતા રહો છો. જો હા તો તમે ફાયદામાં રહી શકો છો. મુસાફરી કરવી મેન્ટલ હેલ્થ માટે જોરદાર ફાયદાકારક માનવામાં આવે છે. આ વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં સ્ટ્રેસ કે ડિપ્રેશનથી દૂર રહેવાનું કામ કરે છે. મેન્ટલ હેલ્થને શ્રેષ્ઠ બનાવવા માટે ટ્રાવેલિંગ સૌથી શાનદાર રીત પણ માનવામાં આવે છે. જુદા-જુદા સ્થળોની સુંદરતા જોયા બાદ મગજ શાંત રહે છે અને પોતાના લોકો સાથે બોન્ડ પણ મજબૂત થાય છે. 

ડિપ્રેશનથી છુટકારો

સ્ટ્રેસને કંટ્રોલ ન કરવાથી ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. દરમિયાન એક્સપર્ટ્સ ડિપ્રેશનથી બચવા માટે ટ્રાવેલિંગની સલાહ આપે છે. ટ્રાવેલિંગ દ્વારા ડિપ્રેશનને દૂર રાખવામાં મદદ મળે છે અને ઘણા પ્રકારની સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ.

પોઝિટીવિટી

ફરવાની ટેવ લાઈફના ટેન્શનને ઘટાડવાનું કામ કરે છે. તેનાથી માનસિક ચિંતા રહેતી નથી અને મગજ પોઝિટીવિટીથી ભરાઈ જાય છે. દરમિયાન તમારુ મગજ ઝડપથી કામ પણ કરે છે અને યોગ્ય એપ્રોચ સાથે તમે લાઈફમાં આગળ વધી શકો છો.

ગજબનું ચાલે છે મગજ

ટ્રાવેલિંગ કરવાના કારણે આપણે પોઝિટીવ રહીએ છીએ અને તેના કારણે નિર્ણય પણ સારા લઈ શકીએ છીએ. વ્યસ્ત લાઈફના કારણે જ્યારે સ્ટ્રેસ મગજ પર હાવી થાય છે તો ઘણી રીતે ખોટા નિર્ણય આપણને આગળ વધવાથી રોકી શકે છે. દરમિયાન ક્યાંક ફરવા જવાનું સારુ માનવામાં આવે છે. 

દિલ-મગજને સુકૂન

ફરવાનો એક વધુ ફાયદો એ હોય છે કે તે મગજની શાંતિને જાળવી રાખીને દિલને સુકૂન પહોંચાડે છે. ફરવા જવાથી ભાગદોડભર્યા જીવનમાં થોડો સારો ટાઈમ પોતાના માટે મળી જાય છે. નદી, ઝરણા અને પહાડોની વચ્ચે ઠંડી હવાઓ મગજને શાર્પ બનાવવાનું કામ કરે છે. 

ઈમ્યૂનિટી વધશે, બીમારીઓ થશે દૂર

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર જ્યારે કોઈ અંદરથી ખુશ રહે છે તો તેની ઈમ્યૂનિટી મજબૂત થાય છે. જુદા-જુદા સ્થળોએ ફરવાનો ફાયદો શરીરને મળે છે અને તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઝડપથી વધી શકે છે.


Google NewsGoogle News