વર્કઆઉટ કર્યા પહેલા ચા પીવી યોગ્ય કે અયોગ્ય? જાણો હકીકત

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
વર્કઆઉટ કર્યા પહેલા ચા પીવી યોગ્ય કે અયોગ્ય? જાણો હકીકત 1 - image


                                                             Image Source: Freepik

અમદાવાદ, તા. 07 ઓક્ટોબર 2023 શનિવાર

ભારતમાં કદાચ જ અમુક લોકો એવા છે જે ચા નહીં પીતા હોય. નહીંતર મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા સાથે જ કરે છે. જ્યાં સુધી આખા દિવસમાં ઓછામાં ઓછા 3-4 કપ ચા ન પીવે તો તેમની દિવસ સારો પસાર થતો નથી. ભારતમાં ખુશી હોય કે ગમ લોકો ચા જરૂર પીવે છે. 

જે લોકો પોતાના દિવસની શરૂઆત ચા સાથે કરે છે. તેમના મનમાં ઘણી વખત એ પ્રશ્ન ઉઠ્યો હશે કે શું ચા પીધા બાદ વર્કઆઉટ કરી શકો છો. હેલ્થ એક્સપર્ટ અનુસાર ચા પીધાના લગભગ 1 કલાક બાદ તમે વર્કઆઉટ કરશો તો તેનાથી કોઈ તકલીફ થશે નહીં. તમે વધુથી વધુ ફીટ રહેવા માગો છો તો વર્કઆઉટ પહેલા ચા ન પીવો પરંતુ કંઈક હેલ્ધી ખાવ જેથી તેની અસર તમારા શરીર પર જોવા મળે. વર્કઆઉટ પહેલા હેલ્ધી ખાવાનો અર્થ છે કે સફરજન, કેળા, દાડમ અને ચીકુ ખાવ. આ સિવાય વર્કઆઉટના એક કલાક કે અડધા કલાક પહેલા ખૂબ પાણી પીવો. તમે પાણીના બદલે નારિયેળ પાણી પણ પી શકો છો. સવારના સમયે નારિયેળ પાણી પીવાથી આરોગ્ય પણ ખૂબ સારી અસર થાય છે. 

વર્કઆઉટ પહેલા કઈ ચા પી શકો છો

જો તમે ચા ના શોખીન હોવ તો વર્ક આઉટ પહેલા દૂધ વાળી ચા ના બદલે કોઈક હેલ્ધી ડ્રિન્ક કે હર્બલ ટી પીવો. 

ગ્રીન ટી

વર્ક આઉટ કરવાના એક કલાક પહેલા તમે ગ્રીન ટી પી શકો છો. ગ્રીન ટી માં એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે જે મેટાબોલિઝમને સારી બનાવે છે. જો તમે વજન ઘટાડવા માટે વર્કઆઉટ કરી રહ્યા હોવ તો ગ્રીન ટી શ્રેષ્ઠ છે તેને તમે સામેલ કરી શકો છો.

બ્લેક ટી

વર્કઆઉટ પહેલા દૂધવાળી ચા ના બદલે તમે બ્લેક ટી પી શકો છો. તમે એક વાતનો જરૂર ખ્યાલ રાખો કે બ્લેક ટી માં ખાંડનો ઉપયોગ ન કરો. ખાંડ વિનાની બ્લેક ટી તમને હાઈડ્રેટ રાખશે અને વર્કઆઉટ દરમિયાન તમને એનર્જેટિક રાખશે. બ્લેક ટી માં તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. 

કેમોમાઈલ ટી

કેમોમાઈલ ફ્લાવરથી બનેલી ટી પણ તમારા આરોગ્ય માટે ખૂબ વધુ ફાયદાકારક હોય છે. બજારમાં તમને સરળતાથી સૂકા કેમોમાઈલના ફૂલ મળી જશે. જેનાથી તમે સરળતાથી ઘરમાં ચા બનાવી શકો છો. કેમોમાઈલ ટી એન્ટી-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. જેની શરીર પર સારી અસર પડે છે. તમે વર્કઆઉટથી પહેલા કેમોમાઈલની ચા પણ પી શકો છો. 


Google NewsGoogle News