મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરતા હોવ તો થઈ જજો સાવધાન! આવી શકો છો આ ગંભીર બીમારીઓની ચપેટમાં

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરતા હોવ તો થઈ જજો સાવધાન! આવી શકો છો આ ગંભીર બીમારીઓની ચપેટમાં 1 - image


                                                           Image Source: Freepik

અમદાવાદ, તા. 27 સપ્ટેમ્બર 2023 બુધવાર

વર્તમાન સમયમાં આપણા દેશે મોબાઈલ નેટવર્કિંગથી ખૂબ પ્રગતિ કરી લીધી છે અને બીજી બાજુ તેના ઉપયોગથી આપણને ખૂબ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આજના સમયમાં બાળક હોય કે વૃદ્ધ તમામને ફોન ચલાવવાની આદત પડી ગઈ છે. મોબાઈલનો ઉપયોગ એક તરફ આપણી સુવિધાઓને વધારી રહ્યો છો તે તેના વધુ પડતા ઉપયોગથી આપણે ઘણા પ્રકારની બીમારીઓથી પીડાતા જઈ રહ્યા છીએ. 

આંખો

સતત રાત્રે મોબાઈલના ઉપયોગથી આંખો ખરાબ થઈ જાય છે. આખો દિવસ કામકાજ બાદ જ્યારે તમે સૂવાના બદલે મોબાઈલ જુઓ છો, તો તેની બ્રાઈટનેસથી આંખોને વધુ આરામ ન મળવાના કારણે તમારી આંખો ડ્રાય થઈ જાય છે અને ખરાબ થઈ જાય છે.

માથાના દુખાવાની સમસ્યા

રાત્રે સતત સ્માર્ટફોનનો ઉપયોગ માથાના દુખાવાનું કારણ બની જાય છે. તેનાથી નીકળનારી જુદા-જુદા કલરની લાઈટનો દુષ્પ્રભાવ આપણી આંખોના રેટિનાને નુકસાન કરે છે, જેનાથી આંખોની રોશની ખરાબ થઈ જાય છે. આનાથી આંખોમાં રેડનેસ અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે અને આઈસાઈટ પર પણ અસર થઈ શકે છે.

અનિદ્રાની સમસ્યા

મોડી રાત સુધી સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરતા રહેવાથી આપણને અનિદ્રાની સમસ્યા થઈ જાય છે. જેના ઉપયોગથી આપણા શરીરમાં મેલાટોનિન હોર્મોનની ઉણપ થઈ જાય છે. જેનાથી આપણને ઊંઘ આવતી નથી. 

માનસિક અસ્થિરતાની સમસ્યા

રાત્રે સ્માર્ટફોનના ઉપયોગથી આપણા મગજ પર ખૂબ ખરાબ અસર પડે છે. જેનાથી આપણને ભૂલવાની બીમારી થવા લાગે છે, સાથે જ ચિડીયાપણુ પણ થવા લાગે છે.

સર્વાઈકલની પ્રોબ્લેમ થાય છે

સ્માર્ટફોનના ઉપયોગથી આપણને સતત માથુ ઝૂકાવી રાખવાના કારણે સર્વાઈકલની સમસ્યા થઈ જાય છે અને સતત ગરદનમાં દુખાવો પણ રહે છે. 

સ્ટ્રેસ અને એંગ્જાઈટી

સતત રાત્રે સ્માર્ટફોનના ઉપયોગથી આપણને હંમેશા તણાવનો અનુભવ થાય છે. સાથે જ અન્યના જીવનને જોઈને આપણે સરખામણી કરીએ છીએ. આપણને એવુ લાગે છે કે આપણને અનેક પ્રકારની ચિંતાઓએ ઘેરી રાખ્યા છે. 

ડાર્ક સર્કલ

મોડી રાત સુધી સ્માર્ટફોનના ઉપયોગથી આપણી આંખોની નીચે ડાર્ક સર્કલ બની જાય છે, જેનાથી ચહેરો ખરાબ લાગે છે. 


Google NewsGoogle News