વારંવાર ભૂખ લાગે છે? તો થઈ જાઓ સાવધાન, આ 6 પ્રકારની હોય શકે છે સમસ્યા
Image:freepik
નવી મુંબઇ,તા. 21
નવેમ્બર 2023, મંગળવાર
પેટ ખાલી હોય
ત્યારે ભૂખ લાગવી ખૂબ જ સ્વાભાવિક છે. કારણ કે ખાવાથી જ તમારુ શરીર સારી રીતે કામ
કરી શકે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેઓ પેટ ભરીને ખાવા છતાં પણ આખો દિવસ
ભૂખ્યા જ રહે છે. વિવિધ પ્રકારની વસ્તુઓ ખાવાની તલબ રહે છે.
જો તમને ભરપૂર ભોજન કર્યા પછી પણ ભૂખ લાગે તો તમારે તરત જ સાવધાન થઈ જવું જોઈએ. કેટલાક લોકો તેને નબળાઈ માને છે પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તેના ઘણા ગંભીર કારણો હોઈ શકે છે. ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વારંવાર ભૂખ લાગવાના કારણો વિશે માહિતી શેર કરી છે.
વારંવાર ભૂખ લાગવાના 6 કારણો
1. પ્રોટીનની ઉણપ
જો તમે પૂરતી માત્રામાં પ્રોટીન ન લેતા હોવ તો તમને વારંવાર ભૂખ લાગવાની ફરિયાદ થઈ શકે છે. કારણ કે ભૂખને કાબૂમાં રાખવા માટે શરીરમાં પ્રોટીનની પૂરતી માત્રા હોવી જરૂરી છે. ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રા કહે છે કે જો ખોરાકમાં પ્રોટીન ઓછું હોય તો વ્યક્તિને વારંવાર ભૂખ લાગે છે કારણ કે પ્રોટીન ઊર્જા પ્રદાન કરે છે અને ભૂખમાં વધારો કરતા હોર્મોન્સને નિયંત્રિત કરે છે. પ્રોટીન ખોરાકની લાલસા ઘટાડવાનું પણ કામ કરે છે. આવી સ્થિતિમાં પ્રોટીનયુક્ત વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ.
2. ઊંઘનો અભાવ
જો તમને
વારંવાર ભૂખ લાગી રહી હોય તો સમજવું કે તમારી ઊંઘ યોગ્ય રીતે પૂરી નથી થઈ રહી.
ઊંઘનો સંબંધ પાચન તંત્ર સાથે છે. ઊંઘ ન આવવાને કારણે વ્યક્તિને વારંવાર
ભૂખ લાગે છે. જો તમને પૂરતી ઊંઘ ન મળે તો ભૂખનો સંકેત આપતો ઘ્રેલિન હોર્મોન
અનિયંત્રિત રહે છે અને વધતો રહે છે. તેથી ઉંઘ પુરી માત્રામાં લેવી જોઇએ.
3. રિફાંઇડ કાર્બ્સનું
સેવન કરીને
રિફાંઇડ કાર્બ્સનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચું છે. આવી સ્થિતિમાં, તેમના વધુ પડતા સેવનથી ભૂખ વધે છે અને વ્યક્તિને ઝલ્દી ઝલ્દી કંઈક ખાવાનું મન થાય છે રિફાંઇડ કાર્બ્સના વધારે સેવનથી સ્થૂળતા વધે છે.
4. શરીરમાં ફાઈબરનો અભાવ
જ્યારે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર નથી હોતું ત્યારે આપણને વારંવાર ભૂખ લાગે છે. વાસ્તવમાં, ફાઇબરથી ભરપૂર વસ્તુઓ હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું કામ કરે છે જે ભૂખ ઓછી કરે છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આવી સ્થિતિમાં ખોરાકમાં વધુ ફાઈબર હોવું જોઈએ.
5. ખૂબ તણાવ
ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાનું કહેવુ છે કે, આજની જીવનશૈલી તણાવપૂર્ણ બની ગઈ છે. વધુ પડતા સ્ટ્રેસને કારણે શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન વધી જાય છે, જેના કારણે વારંવાર ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
6. આ રોગોને કારણે
ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓ પણ વારંવાર ભૂખનું કારણ બને છે. વાસ્તવમાં, ડાયાબિટીસના દર્દીઓમાં, ગ્લુકોઝ કોષો સુધી પહોંચવામાં અસમર્થ હોય છે, જેના કારણે તે એનર્જી બનવેને કારણે યૂરિન દ્વારા બહાર આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે શુગર વધુ હોય છે, ત્યારે વ્યક્તિને ખૂબ ભૂખ લાગે છે. થાઇરોઇડ હોર્મોનમાં વધારો થવાને કારણે, વ્યક્તિને વારંવાર ભૂખ લાગે છે.