સિંહોના મહામૂલા વિસ્તાર પર વન વિભાગની જ તરાપ, નવો સફારી પાર્ક બનાવવા મુદ્દે સર્જાયો વિવાદ
વન તંત્રના પોતાના મેનેજમેન્ટ પ્લાનમાં ગીર સિવાયના સિંહો માટે નિયત કરાયેલાં સેટેલાઈટ હોમમાં જ સિંહોને ખલેલ પહોંચાડવા સરકાર ઉત્સુક
નલીયા માંડવી સફારી પાર્ક બનાવવા મુદ્દે સરકાર અને તેનાં વન તંત્રનાં બેવડાં ધોરણોઃ પ્રવાસન માટે સાવજની સ્વતંત્રતામાં કાપ
junagadh safari park News | ઉના-દિવ વચ્ચે નલીયા માંડવી નજીક સફારી પાર્ક બનાવવાની વનતંત્રની બેવડી નીતિ સામે અનેક સવાલો ઉઠયા છે. એક તરફ સિંહોના સંરક્ષણ માટે સૌથી મહત્વનું પાસુ ગણાતા આગામી ૧૦ વર્ષના મેનેજમેન્ટ પ્લાનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે, સધર્ન વેસ્ટ કોસ્ટલનો વિસ્તાર સિંહો માટે ખૂબ જ મહત્વનો છે. અને હવે, તે જ વિસ્તાર પર સફારી પાર્કના નામે તરાપ મારી વન વિભાગ સિંહોનો નવો આવાસ છીનવી રહ્યા છે. બીજુ બાજુ દરિયાને અડીને આવેલા આ વિસ્તારમાંથી જ તાઉતે વાવાઝોડાએ પ્રવેશ કરી સમગ્ર પંથકને તબાહ કર્યો હતો. હવે તે વિસ્તારમાં સફારી પાર્ક બનાવવું કેટલું યોગ્ય, એવા સવાલ ઉઠી રહ્યા છે.
વિરોધના સ્વર ઊઠ્યાં...
લોકોમાં સિંહ જોવાનો ક્રેઝ દિવસે-દિવસે વધતો જાય છે. સરકારે પણ પ્રવાસનને આકર્ષવા માટે સાસણમાં દેવળીયા સફારી પાર્ક બાદ છે તેની સામે સિંહપ્રેમીઓમાં જબરો વિરોધનો સૂર ઉઠયો છે. કેમ કે, આ સ્થળને ખુદ વન વિભાગે જ સરકારી રેકર્ડ પર સિંહો માટે મહત્વનું ગણ્યું તાઉતે વાવાઝોડું પણ નલીયા માંડવીના આ દરિયાકાંઠા વિસ્તારમાંથી જ પ્રવેશ્યું હતું. સદનસીબે ત્યારે ત્યાં સફારી પાર્ક નીકળી અથવા પસાર થઈ તબાહી મચાવે છે છતાં વન વિભાગને આ સ્થળ પર સફારી પાર્ક બનાવવાની ગંભીરતા કેમ નહી ધ્યાનમાં આવી હોય ?
શું બનાવાયો પ્લાન?
વન વિભાગના નિષ્ણાંત ઉચ્ચ અધિકારીઓએ વર્ષ ર૦રરથી ર૦૩ર સુધીનો મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો હતો. સિંહોની વસ્તી, સિંહોની અવર-જવર, સિંહોની ગીર સિવાયના વિસ્તારોમાં અસર સહિતના અનેક પરિબળોને ધ્યાને લઈ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગીર સિવાયના સિંહો માટે સેટેલાઈટ હોમ(ગીરથી દૂર જ્યાં સિંહોની વસ્તી છે અને અવર-જવર છે) નક્કી કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના ત્રણ સેટલાઈટ હોમ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સધર્ન વેસ્ટ કોસ્ટ ફોરેસ્ટ, સધર્ન ઈસ્ટ કોસ્ટ, ભાવનગર કોસ્ટ સમાવિષ્ટ છે.
કયા કયા વિસ્તારો સામેલ
આ ત્રણ કોસ્ટ પૈકીના સધર્ન વેસ્ટ કોસ્ટ વિસ્તારમાં નલીયા માંડવી, દિવ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મોટાભાગની જમીન સરકારી અને ખાનગી છે. જ્યારે નલીયા માંડવી પાસે ૭૦૦ હેકટર જેટલી જમીન વન વિભાગ હસ્તકની રિઝર્વ ફોરેસ્ટ છે. અગાઉના મેનેજમેન્ટ પ્લાનમાં પણ સિંહો માટેનો આ વિસ્તાર ખૂબ જ મહત્વનો હોવાનો ઉલ્લેખ છે જ. સિંહો જે નવી ટેરેટરી બનાવે છે તેમાં દરિયાકાંઠાના વિસ્તારોનો ખૂબ જ મહત્વનો ફાળો હોવાનું વનતંત્રના રેકોર્ડ પર રેડિયો કોલરના ડેટાના આધારે નોંધાણું છે.
ઝૂ, પાર્ક કે સફારીનાં પ્રાણીઓને જંગલમાં રાખી શકાતાં નથી
ગીર કરતા કોસ્ટલ વિસ્તારના સિંહો અલગ વાતાવરણમાં ઉછેરી રહ્યા છે. દરિયા કાંઠાનો વિસ્તાર, ગાંડા બાવળનું જંગલ, અલગ પ્રકારની વનસ્પતિ, અલગ માહોલમાં રહેતા હોવાથી તેના શરીરમાં વૈજ્ઞાાનિક રીતે ગીરના સિંહો કરતા અલગ જીન ઉત્પન્ન થતા હોવાની સંભાવનાઓ છે. દરિયાકાંઠા વિસ્તારના સિંહોમાંથી નર ગીર તરફ આવે અને ત્યાં તેમનો પરિવાર બનાવે છે. ત્યાં તેના બચ્ચા અવતરે તેની વેરાયટી જીનેટીકલ રીતે ખુબ જ સારી ગણવામાં આવે છે. આ વિસ્તારના નર સિંહો દરિયાઈ વિસ્તારોમાંથી મોટા થઈ ગીર અને સેન્ચુરીમાં આવ્યા હોવાનું રેડિયો કોલર પરથી સાબિત થયું છે. આ કુદરતી વ્યવસ્થાને તોડવાના પ્રયાસ સામે સિંહપ્રેમીઓમાં ખૂબ જ નારાજગી છે. કેમ કે, વન તંત્ર કે સરકાર સિંહો માટે નવું ઘર આપી શકે તેમ નથી એવામાં જે ઘર છે તેને લઈ લેવાની નીતિ સિંહો માટે અને માનવ માટે જોખમરૃપ સાબિત થાય તેમ છે. આ વિસ્તારમાં જે જગ્યા પર સફારી પાર્ક બનાવવાની તજવીજ ચાલે છે ત્યાં ૧૦થી વધુ સિંહો વસવાટ કરે છે. સરકારના નિયમ મુજબ સફારી પાર્કમાં જંગલનાં પ્રાણીઓને રાખી શકાતા નથી અને ઝૂ, પાર્ક કે સફારીના પ્રાણીઓને જંગલમાં રાખી શકાતા નથી. ઝૂનાં પ્રાણીઓને પ્રવાસીઓ માટે નવું સ્થળ આપી જંગલના પ્રાણીઓને ક્યાં મોકલશો ? તે સવાલ છે.ધારી નજીક આંબરડી સફારી પાર્ક બનાવ્યું ત્યારે પણ વનતંત્રએ આવી જ ગંભીર ભૂલ કરી હતી. સરકારી ખરાબો કે અન્ય જમીનને બદલે રિઝર્વ ફોરેસ્ટ જમીનમાં સફારી પાર્ક બનાવવાનું નક્કી થયા બાદ કામ શરૃ કર્યું હતું. આ વિસ્તારમાં અનેક સિંહો વસવાટ કરતા હતા જ છતાં પણ સફારી પાર્ક માટે ફેન્સિંગનું કામ પૂર્ણ થયું તેવામાં તુરંત જ સિંહોનું ઘર આંચકી લેતા સિંહો રઘવાયા બન્યા હતા. મે ર૦૧૬માં કામ પુરૃ થયું અને સિંહો તેમનો આવાસ છીનવાતા આક્રમક બની ગણતરીના સમયમાં જ ત્રણ માનવ જીંદગીનો સિંહોએ ભોગ લીધો હતો. આ ઘટનાથી ત્રણથી ચાર સિંહોને આજીવન કેદમાં મોકલી દેવામાં આવ્યા છે. ફરીવાર આવી જ ઘટનાનું નલીયા માંડવી નજીક પુનરાવર્તન થાય તો તેના માટે કોણ જવાબદાર?