જામનગરમાં સેના નગર વિસ્તારમાં રહેતા એરફોર્સના નિવૃત્ત કર્મચારીના રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો
Image Source: Freepik
જામનગરના સેના નગર વિસ્તારમાં રહેતા એરફોર્સના નિવૃત્ત કર્મચારીના રહેલા મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. બારીની દિવાલ તોડી અંદર પ્રવેશી મકાનમાંથી રૂપિયા 76,000ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના ઢીંચડા રોડ પર સેના નગરમાં રહેતા અને એરફોર્સના નિવૃત કર્મચારી હરેન્દ્ર અયોધ્યારાય નામના 61 વર્ષ ના વિપ્ર બુઝુર્ગ, જેઓએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી રૂપિયા 76,000ની કિંમતના સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તસ્કરો એ મકાનની સાઈડની દિવાલ તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને સોના ચાંદીના ઘરેણાંની ઉઠાંતરી કરી ગયા હોવાથી મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જે તસ્કરોને પોલીસ શોધી રહી છે.