Get The App

'છોટીકાશી'માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાના મોટા અનેક શિવાલયોમાં 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજયો

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Shravan 2024 Chotikashi


Sharavan in Chotikashi: 'છોટી કાશી'ના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલયની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના પ્રારંભે પ્રથમ સોમવારે પ્રત્યેક શિવાલયોમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા. ભક્તોના મુખેથી 'હર હર મહાદેવ'નો જ નાદ ગૂંજી રહ્યો હતો.

જામનગર શહેરમાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.

જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો એ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્ર ને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.

'છોટીકાશી'માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાના મોટા અનેક શિવાલયોમાં 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજયો 2 - image

વર્તમાન સમયમાં કોલેરા અને ચાંદીપુરા સહિતનો રોગચાળો ચાલી રહ્યો છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના તમામ શિવાલયના દ્વારા કાળજી પૂર્વકની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જામનગર ના પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે.

શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આવેલા શિવ મંદિર બહાર ટ્રાફિક પોલીસના જવાનોને પણ મૂકવામાં આવ્યા છે.

'છોટીકાશી'માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાના મોટા અનેક શિવાલયોમાં 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજયો 3 - image


Google NewsGoogle News