Get The App

જામનગરમાં નવરાત્રીના પ્રારંભે પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખુદ જિલ્લા પોલીસવડા દંપત્તિ ગરબે ઘૂમ્યા

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં નવરાત્રીના પ્રારંભે પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખુદ જિલ્લા પોલીસવડા દંપત્તિ ગરબે ઘૂમ્યા 1 - image


Jamnagar Police : જામનગરની ભાગોળે યોજાયેલા જેસીઆરમાં રાસ મહોત્સવના કાર્યક્રમમાં જામનગર જિલ્લાના પોલીસ પરિવાર દ્વારા એક દિવસ માટેના વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પોતાના પત્ની સાથે ગરબે ઘૂમ્યા હતા, ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પણ માતાજીના ગરબે ઘુમીને આરાધના કરી હતી, અને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

જામનગરમાં નવરાત્રીના પ્રારંભે પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખુદ જિલ્લા પોલીસવડા દંપત્તિ ગરબે ઘૂમ્યા 2 - image

 જામનગરના એસ.પી.ઉપરાંત જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી દેવધા, પ્રોબેશનલ ડીવાયએસપી નયનાબેન ગોરડીયા, એલસીબીના પી.આઈ વી.એમ.લગારીયા અને એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એન.ચૌધરી, ઉપરાંત જામનગર શહેરના ત્રણે પોલીસ ડિવિઝનના પોલીસી ઇન્સ્પેક્ટર, અલગ-અલગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા એલસીબી,એસ.ઓ.જી. ના સ્ટાફ સહિતના પોલીસ પરિવાર આ રાસોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રી મહોત્સવના પ્રારંભે અન્ય ખેલૈયા સાથે ડાંડિયારાસની રંગત માણી હતી.જામનગરમાં નવરાત્રીના પ્રારંભે પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખુદ જિલ્લા પોલીસવડા દંપત્તિ ગરબે ઘૂમ્યા 3 - image


Google NewsGoogle News