જામનગરમાં વિજયનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયું

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
જામનગરમાં વિજયનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયું 1 - image


Image Source: Freepik

- પોલીસે પાડેલા દરોડામાં રૂપિયા 1,71,000ની માલમત્તા સાથે પાંચ પત્તાપ્રેમીઓ પકડાયા

જામનગર, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

જામનગરમાં વિજયનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડયો હતો, અને પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી લઇ 1,71,000ની માલમતા કબજે કરી છે.

જામનગરના વિજયનગર વિસ્તારમાં રહેતા રાજેશ ભીમશીભાઈ વરુ નામના શખ્સ ના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને આસપાસના વિસ્તારમાંથી કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમવા આવી રહ્યા છે, જે બાતમી ના આધારે સીટી સી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત પાંચ પત્તા પ્રેમીઓ જુગાર રમતાં મળી આવ્યા હતા.આથી પોલીસે મકાન માલિક રાજેશ ભીમશીભાઈ વરુ તેમજ વિપુલ શંકરભાઈ દામા, અરજણભાઈ સીદાભાઈ આંબલીયા, રણછોડભાઈ તરશીભાઈ ધારવીયા અને રણજીતસિંહ દેવુભા રાઠોડ ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1,71,000ની માલમતા કબજે કરી છે.



Google NewsGoogle News