જામનગરમાં મોરકંડા રોડ પર અનમોલ સોસાયટીમાં રહેણાંક મકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ: ફાયરે આગ બુઝાવી

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
જામનગરમાં મોરકંડા રોડ પર અનમોલ સોસાયટીમાં રહેણાંક મકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ: ફાયરે આગ બુઝાવી 1 - image


જામનગર, તા. 12 નવેમ્બર 2023, રવિવાર

જામનગરમાં મોરકંડા રોડ પર આવેલી અનમોલ સોસાયટીના એક રહેણાક મકાનમાં શનિવારે મોડી સાંજે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડ ની ટીમે દોડી જઈ આગને સમયસર કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની થતી અટકી હતી.

જામનગરમાં મોરકંડા રોડ પર અનમોલ સોસાયટીમાં રહેણાંક મકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ: ફાયરે આગ બુઝાવી 2 - image

આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલી અનમોલ સોસાયટીમાં રહેતા સુલતાનભાઇ રાવકડાના મકાનમાં શનિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ઘરવખરી સળગી ઉઠી હતી.

આગના આ બનાવ અંગે ફાયર બ્રિગેડ ને જાણ કરાતાં ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમયસર આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની થતી અટકી હતી. આગના બનાવને લઈને આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.



Google NewsGoogle News