Get The App

જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો લોકદરબાર યોજાયો

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો લોકદરબાર યોજાયો 1 - image


Jamnagar Police LokDarbar : જામનગર જિલ્લાના જામજોધપુરમાં જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ લોકદરબારમાં દારૂ વેચાણ, ટ્રાફિક સમસ્યા અને વ્યાજ ખોરો સામેની રજૂઆત અનેક લોકો દ્રારા કરાઈ હતી.

જામજોધપુરમાં સ્વામિનારાયણ મંદિરના હોલમાં જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો, જેમાં બાલવા ગામના લોકો દ્વારા દારૂ વેચાણ કરતાં તત્વ દ્વારા થતી હૈરાન ગતિની ફરિયાદ સહિત વ્યાજ ખોરો, વાહનોના આડેધડ પાર્કિંગ તેમજ ટ્રાફિકની સમસ્યાની ગંભીર રજૂઆત કરવામાં હતી.જામજોધપુર શહેરમાં વેપારીઓ દાદાગીરી ધમકી વગેરેના બનાવની રજૂઆત પણ લોકો દ્વારા કરાઇ હતી. 

જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો લોકદરબાર યોજાયો 2 - image

આ તકે પોલીસવડાએ લોકોને ખાતરી આપતા જણાવ્યું હતું કે તમે શહેરમાં કોઈપણ જગ્યાએ ચાલતી અસામાજિક પ્રવૃત્તિ જેવી કે દારૂ, જુગાર, દાદાગીરી વગેરે બાબતોની રજૂઆત સુધી મારા મોબાઈલ નંબર કે ઓફિસે કરશો તો એક જ કલાકમાં તેની સામે પગલા લેવામાં આવશે. આ સાથે જ લોકોને વ્યાજ વટાવના વિષચક્રમાં નહી ફસાવવા તેમજ બેંક મારફતે જરૂરિયાત મુજબ લોન લેવાનું માર્ગદર્શન આપ્યું હતું.

લોકોએ આડેધડ વાહન પાર્કિંગ, ટ્રાફિક સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત 6 તારીખથી આગામી 20 ઓગસ્ટ તારીખ સુધીના સમયગાળા દરમિયાન જામજોધપુર ટાઉન અને તેના આસપાસના તાલુકાના 26 ગામોમાં એકી સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, અને વ્યાજ વટાવવાની પ્રવૃત્તિ તેમજ અન્ય કોઈ ફરિયાદ હોય તો પોલીસ તંત્રને કરવા માટે અનુરોધ કરાવે છે. જિલ્લા પોલીસવડાના સીધા માર્ગ હેઠળ ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા અને સમગ્ર જામજોધપુર પોલીસની ટીમ તમામ કાર્યક્રમનો આયોજન કરી રહી છે.



Google NewsGoogle News