જામનગરના અંબર સિનેમા રોડ પરથી એક યુવાનનું બુલેટ મોટરસાયકલ ચોરાયું

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
જામનગરના અંબર સિનેમા રોડ પરથી એક યુવાનનું બુલેટ મોટરસાયકલ ચોરાયું 1 - image

image : Freepik

જામનગર,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર

મૂળ લાલપુર તાલુકાના બબરજર ગામના વતની અને હાલ જામનગરમાં રહેતા એક યુવાને અંબર સીનેમાં વિસ્તારમાં પાર્ક કરેલું પોતાનું બુલેટ મોટર સાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

 મૂળ લાલપુર તાલુકાના બબરજર ગામના વતની અને હાલ જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં રહેતા રાજેશભાઈ અરશીભાઈ બંધીયા નામના યુવાને અંબર સિનેમા નજીક ઇન્કમટેક્સ વાળી ગલીમાં પાર્ક કરેલું પોતાનું રૂપિયા સવા લાખની કિંમતનું જી.જે.23 ડી.ઇ.2019 નંબરનું બુલેટ મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News