Get The App

જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે ઠગાઇ કરનાર આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે ઠગાઇ કરનાર આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો 1 - image


Jamnagar SP Bogus Facebool Account : જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુના નામની બોગસ ફેસબુક આઇડી બનાવી લોકો સાથે ઠગાઈ કરનાર શખ્સને રાજસ્થાનના અલવર જિલ્લામાંથી જામનગરની સાઇબર ક્રાઇમસેલની ટુકડીએ ઉપાડી લીધો છે, અને જામનગર લઈ આવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. જેણે જામનગર જિલ્લાની ત્રણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તેમજ કસ્ટમ અધીકારીઓના નામ તથા હોદાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ આઇ.ડી. બનાવી તે આઇ.ડી. મારફતે લોકો સાથે વાતચીત કરી લોકોને વિશ્વાસમાં લઇ અલગ-અલગ બહાના હેઠળ ફ્રોડ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી જામનગર જિલ્લાની સાઇબર ક્રાઇમની ટીમ સક્રિય બની છે. દરમિયાન જામનગર જિલ્લાના એસ.પી.પ્રેમસુખ ડેલુના નામની બનાવટી ફેસબુક આઇડી બનાવીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે તે અંગેની જાણકારી મળી હતી.

આથી પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ.એ. ઘાસુરા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.ડી ટાંક તથા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતત સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરવામાં આવ્યું છે. 

જે દરમ્યાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનું નામ તથા ફોટાનો ઉપયોગ કરી ફેસબુક પ્લેટફોર્મ ઉપર ફેક આઇ.ડી. બનાવી પોલીસ ઓફીસર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી અને ઠગાઇ કરવાના ઇરાદેથી આઇ.ડી પર વેચાણ અર્થે વસ્તુઓની ખોટી પોસ્ટ કરી ગુન્હો કરાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરીને ઇરસાન ફજ્જાર ખાન જાતે. મેઉ (ઉવ. 24) નામના આરોપીને રાજસ્થાન રાજયના અલવર તાલુકાના કકરાલી ગામ ખાતેથી પકડી પાડયો હતો. જેને જામનગર લઈ આવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. જેણે જામનગર જિલ્લાની ત્રણ વ્યક્તિને શિકાર બનાવ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. 

સાયબર ક્રાઈમ સેલનો પ્રજાજોગ સંદેશો

સાયબર અપરાધિઓ દ્વારા વિવિધ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તેમજ કસ્ટમ અધીકારીઓના નામ તથા હોદાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ આઇ.ડી. બનાવી ધરવખરીનો જુનો સામાન મોબાઈલ, સ્કુટર/મોટરસાઈકલ કે અન્ય જુની ચીજ વસ્તુઓ વેચાણ માટેની જાહેરાત આપી લોકોનો વિશ્વાસ કેળવી તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોય છે. જેથી આવી સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પરની જાહેરાત/પોસ્ટની ખરાઈ કરી રૂબરૂ મુલાકાત કરી ત્યારબાદ જ નાણાકીય વ્યવહાર કરવો જોઈએ.


Google NewsGoogle News