અમેરિકાની મહિલાઓ પણ ગર્ભપાત માટે જોખમી ઘરેલુ ઉપાયો કરે છે, ચોંકાવનારો સર્વે

મહિલાઓ કેટલીક દવાઓ જે ડૉકટર્સના લખાણ વગર મેળવી લે છે

જાતે ગર્ભપાતનો પ્રયાસ કરતી મહિલાની સંખ્યા લાખોમાં હોઇ શકે છે.

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
અમેરિકાની મહિલાઓ પણ ગર્ભપાત માટે  જોખમી ઘરેલુ ઉપાયો કરે છે, ચોંકાવનારો સર્વે 1 - image


ન્યૂયોર્ક, 9 ઓગસ્ટ,2024, શુક્રવાર 

અમેરિકામાં થયેલા એક ચોંકાવનારા સર્વેમાં માહિતી બહાર આવી છે કે અમેરિકાની મહિલાઓ ગર્ભપાત માટે ઔષધો,શરાબ અને પેટમાં મુક્કા મારવા સુધીના પ્રયાસો કરે છે. આ સર્વે સુપ્રીમકોર્ટના નિર્ણય પહેલા ગર્ભધારણ કરનારી મહિલાઓ માટે થયો હતો.અમેરિકાની સુપ્રિમકોર્ટે જૂન ૨૦૨૨માં રો વર્સેજ વેડ કેસમાં ગર્ભપાતના મુદ્વે હાઇકોર્ટના એક નિર્ણયને પલટી નાખ્યો હતો. ત્યાર પછી અમેરિકામાં ગર્ભપાતની એક પ્રકારનો પ્રતિબંધ જ લાગી ગયો હતો.

જો કે આને લઇને વિવાદ પણ ઘણો થયો હતો અને આ વખતે ચુંટણી પ્રચારમાં પણ એક મુદ્વો બન્યો છે. અમેરિકામાં  થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ જાતે જ ગર્ભપાતનો પ્રયાસ કર્યો તેનો દર ૨.૪ ટકાથી વધીને ૩.૩ ટકા થયો છે. રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે ભલે સંખ્યામાં વધારો ખાસ જણાતો ના હોય તેમ છતાં જાતે ગર્ભપાતનો પ્રયાસ કરતી મહિલાની સંખ્યા લાખોમાં હોઇ શકે છે.

સંશોધકોએ કોર્ટના નિર્ણયના ૬ મંહિના પહેલા આ બાબતે ૭૦૦૦ મહિલાઓ સાથે વાત કરી હતી.આ મહિલાઓએ ગર્ભપાત માટે કરેલા પ્રયાસ અંગે અનુભવો સવાલ જવાબ સ્વરુપે શેર કર્યા હતા. મહિલાઓએ જાતે જ ગર્ભપાત માટે પ્રયાસ કર્યા જેમાં ખાનગી રાખવા તથા કલિનિકમાં થતા વધુ ખર્ચથી બચવાનો હેતું હતો.

દવાઓમાં તે કેટલીક દવાઓ જે ડૉકટર્સની ચીઠ્ી વગર પણ મેળવી લેતી હતી. કેટલીક મહિલાઓએ શરાબ,નશીલી દવાઓ અને કેટલીકે તો પેટ દબાવવા પણ પ્રયાસ કર્યો હતો. જો કે આટલા પ્રયાસો કર્યા પછી પણ સફળતા ના મળી હોવાનો પણ દર્દનાક અનુભવોનું સર્વેંમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વેના પરિણામો એક જર્નલમાં પ્રકાશિત થયા છે. 


Google NewsGoogle News