ભારતને કેનેડામાં ફરી કોઈ 'કાર્યવાહી' કરતા રોકવા માટે નિજ્જરની હત્યા અંગે નિવેદન આપ્યુઃ જસ્ટિન ટ્રુડો

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ભારતને કેનેડામાં ફરી કોઈ 'કાર્યવાહી' કરતા રોકવા માટે નિજ્જરની હત્યા અંગે નિવેદન આપ્યુઃ જસ્ટિન ટ્રુડો 1 - image

image : Twitter

ઓટાવા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ કોઈ પૂરાવા હજી સુધી રજૂ નહીં કરી શકેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હવે ખાલિસ્તાની આતંકીઓના સમર્થક તરીકે કુખ્યાત બની ગયા છે. 

ટ્રુડોએ ફરી ભારત સામે ઝેર ઓકીનો પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયાસ કર્યો છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ટ્રુડોએ કહ્યુ હતુ કે, સિખ સમુદાયની ચિંતાઓ અને સુરક્ષાને લઈને અને ભારતને કેનેડામાં રોકવા માટે મેં જાહેરમાં નિજજરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો અને આ વિશ્વસનિય આરોપ છે. 

કેનેડાના એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રુડોએ કહ્યુ હતુ કે, નિજ્જરની હત્યા બાદ સિખ સમુદાયમાં ચિંતા હતી કે, હવે આગળ શું થશે અને મારે કેનેડાના લોકોને સુરક્ષિત રાખવા માટે જાહેરમાં ભારતનો ઉલ્લેખ કરવો જરુરી હતો. જેથી ભારત સરકાર ભવિષ્યમાં કેનેડામાં આ પ્રકારની હરકરત ના કરે. 

જોકે ટ્રુડોના આ પ્રકારના નિવેદનથી ભારત અને કેનેડાના વણસેલા સબંધો ઉલટાના વધારે બગડશે તેમ મનાઈ રહ્યુ છે. ટ્રુડો અત્યાર સુધી પોતાના આરોપોના સમર્થનમાં કોઈ જાતના પૂરાવા રજૂ કરી શક્યા નથી. 

ટ્રુડોએ કહ્યુ હતુ કે, ભારતમાં યોજાયેલા જી-20 શિખર સંમેલન દરમિયાન હું પીએમ મોદીને બંધ રુમમાં 16 મિનિટ માટે મળ્યો હતો અને ત્યારે પણ મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમને ખબર હતી કે, વાતચીત સરળ નહીં હોય. આમ છતા અમને લાગ્યુ હતુ કે, ભારત સાથે મળીને કામ કરવા માટે આ એક રચનાત્મક અવસર હોઈ શકે છે.  કમનસીબે આ અપેક્ષા પૂરી થઈ નહોતી. 

ટ્રુડોએ આગળ કહ્યુ હતુ કે, નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાની જાણકારી મીડિયામાં લીક થઈ શકે છે તેવો ડર ઉભો થયો હતો અને તેના કારણે મેં સંસદમાં આ અંગે પહેલા જ નદિવેન આપી દીધુ હતુ અને હું ઈચ્છતો હતો કે, કેનેડાના લોકોને પણ સરકાર આ મામલામાં સતર્ક છે તેવી જાણકારી મળે. 


Google NewsGoogle News