Get The App

કેનેડામાં વધુ એક ગુજરાતીનું શંકાસ્પદ મોત,કારમાંથી મળ્યો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
કેનેડામાં વધુ એક ગુજરાતીનું શંકાસ્પદ મોત,કારમાંથી મળ્યો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી 1 - image


Gujarati man Died In Canada: કેનેડાના મોન્ટેરિયલ ખાતે રહેતા અને  મૂળ ગુજરાતનાં આધેડ નરેન્દ્રભાઈનું મૃત્યુ નિપજ્યું છે. નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો છે. કારનો ફેન ચાલુ હતો અને કાર બરફથી ઢંકાયેલી હતી. હાલ આ ઘટના સંદર્ભે કેનેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી અનુસાર, કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતાં મોત થયું હોવાનું જણાઈ રહયું છે. કેનેડા સ્થિત નવસારીના નરેન્દ્રભાઈનો મૃતદેહ હાલ પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો છે જ્યાં તેમના મૃત્યુ અંગેની અન્ય વિગતો સામે આવશે પણ હાલ કેનેડા પોલીસ આ કેસ હાથમાં લઈને શોધખોળ હાથ ધરી છે. નરેન્દ્રભાઈનું શંકાસ્પદ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

કેનેડામાં વધુ એક ગુજરાતીનું શંકાસ્પદ મોત,કારમાંથી મળ્યો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી 2 - image


Google NewsGoogle News