રસ્તા પર 5 વર્ષના ભાઈ-બહેન વેચી રહ્યા હતા 12 રુપિયામાં આઈસ્ક્રીમ, કારણ જાણી લોકો ભાવુક બન્યા
હોસ્પિટલમાં બીમાર માતાની સારવાર માટે આ બાળકો કડી મહેનત કરી રહ્યા છે.
13 વર્ષની એક છોકરી અને તેની સાથે 5 વર્ષનો ભાઈ રસ્તા વચ્ચે આઈસ્ક્રીમ વેચતા જોવા મળી રહ્યા હતા.
Image Envato |
તા. 14 મે, 2023, રવિવાર
એક મા પોતાના બાળકો માટે કોઈપણ કરવા તૈયાર હોય છે. મા ને મમતાની મુરત કહેવામાં આવે છે. પરંતુ બાળકોને પણ માતા માટે એટલો જ પ્રેમ હોય છે. હાલમાં ચીનથી એવી કેટલીક તસવીરો સામે આવી છે જે ખૂબ જ હ્રદયસ્પર્શી છે. જેમા એક ભાઈ-બહેન રસ્તા પર આઈસ્કીમ વેચી રહ્યા હોય છે. પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે આ બાળકો કેમ આ રીતે આઈસ્ક્રીમ વેચી રહ્યા છે. તો લોકો ભાવુક થઈ ગયા અને બાળકો પાસેથી આઈસ્ક્રીમ ખરીદવા લાગ્યા.
માતાની સારવાર માટે ભાઈ-બહેન રસ્તા વચ્ચે આઈસ્ક્રીમ વેચી પૈસા ભેગા કરી રહ્યા છે
સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો વાઈરલ થઈ છે. જેમા 13 વર્ષની એક છોકરી અને તેની સાથે 5 વર્ષનો ભાઈ રસ્તા વચ્ચે આઈસ્ક્રીમ વેચતા જોવા મળી રહ્યા હતા. બાળકો વિશે માહિતી મેળવતા ખબર પડી કે તેઓ દુખી છે. અને આ બાળકોની માતાને પોલિયો છે. તેથી માતાની સારવાર માટે પૈસા ભેગા કરવા ભાઈ-બહેન રસ્તા પર આઈસ્ક્રીમ વેચતા હતા. તેઓની આ તસવીરો જોતાની સાથે જ લોકોમાં વાઈરલ થઈ છે.
બાળકો તેમના ઘરથી ત્રણ કિલોમીટર દુર જઈ આઈસ્ક્રીમ વેચી રહ્યા હતા
સોશિયલ મીડિયા પર ભાઈ-બહેનની આ સ્ટોરી જોઈ લોકોને ઈમોશનલ થઈ ગયા હતા. અને બાળકોને આ રીતે જોઈ લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ બંને બાળકો પોતાની માતાની સારવાર માટે પૈસા બચાવવા માટે રસ્તાની સાઈડ પર આ રીતે આઈસ્ક્રીમ વેચી રહ્યા હતા. પહેલા તો લોકોને ખબર ન પડી કે આટલા નાના બાળકો રસ્તાની બાજુમાં આઈસ્ક્રીમ કેમ વેચી રહ્યા છે. પરંતુ કારણ જાણી બધા લોકો ભાવુક થઈ ગયા હતા. તેમા માહિતી પ્રમાણે આ બાળકો તેમના ઘરથી ત્રણ કિલોમીટર દુર જઈ આઈસ્ક્રીમ વેચી રહ્યા હતા. અને લોકો મદદ પણ કરતા જોવા મળ્યા હતા.