અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવામાં ગુજરાતીઓ ટોચે, બેરોજગારીને કારણે ભારતીયો વિદેશ જવા મજબૂર
USA and Gujarati Illegal Entry News | ભારતમાં બેરોજગારી, મોઘવારી, વેપાર-ઉદ્યોગમાં મંદી સહિત વિવિધ કારણોસર ભારતીયો હવે વિદેશમાં જવા મજબૂર બન્યાં છે તેમાંય અમેરિકા તે ભારતીયોનું હોટ ફેવરીટ રહ્યું છે. બેફામ લૂંટ ચલાવી રહ્યાં લેભાગુ એજન્ટો પણ તકનો લાભ લઈને બેફામ લૂંટ ચલાવી રહ્યાં છે અને લોકો લૂંટાઈ પણ રહ્યાં છે.
દરમિયાન, અમેરિકી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના મતે, મેક્સિકો અને કેનેડાના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતાં કુલ મળીને 90415 ભારતીયો પકડાયાં છે જેમાં લગભગ 50 ટકા ગુજરાતીઓ છે.
પૈસા કમાવવાની સાથે સાથે અમેરિકામાં વસવાટ એ ગુજરાતીઓનું એક સપનું રહ્યું છે. વિદેશમાં વસવાટ કરવાની વધતી ઘેલછાને લીધે ગુજરાતીઓ જીવના જોખમે પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનું જોખમ કરી રહ્યા છે જેનો લેભાગુ એજન્ટો ભરપૂર લાભ લઇ રહ્યા છે. અમેરિકી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (યુએસ-સીબીપી) ના મતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતાં કુલ 90415 ભારતીયો પકડાયા હતા જેમાં 50 ટકા તો ગુજરાતીઓ જ હતા. તેના પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે ગુજરાતીઓને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યુ છે.
આ ઉપરાંત મહત્ત્વની બાબત એ છે કે, ભારતીય નાગરિકત્વ છોડવાનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2022માં 241 જણાંએ ભારતીય નાગરિકતા ત્યજી હતી. જે વર્ષ 2023માં બમણી થઈ કેમ કે, 485 લોકોએ નાગરિકત્વ છોડી દીધી હતી. વર્ષ 2024માં મે મહિના સુધીમાં આ સંખ્યા 244 પર પહોંચી ગઈ હતી.
છેલ્લાં નવ વર્ષમાં 22300 ગુજરાતીઓ ભારતીય નાગરિકત્વ છોડીને અન્ય દેશોમાં ઠરીઠામ થયાં છે. નાગરિકત્વ છોડીને વિદેશ વસવાટ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યુ છે. બેરોજગારી, ધંધા રોજગારની- પૂરતી તક, વ્યાપારમાં મંદી, મોધવારી, દેશનું જટિલ માળખા સહિતના અનેક કારણે લોકો દેશનું નાગરિકત્વ છોડી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં વિદેશમાં જવા વર્ક વિઝા, એરે ટીકીટ, સીટીઝનશીપના નામે ઠગાઈ કરવામા આવી રહી છે. છેલ્લાં એક જ મહિનામાં દસેક ઘટનામાં ગુજરાતીઓના રૂ.20 કરોડથી વધુ લુંટાઈ ચુક્યા આ છે. આ મામલે પોલીસ ચોપડે કેસ નોંધાયા છે. લેભાગુ-ઠગ દ્વારા આચરવામાં આવતી ઠગાઈના કિસ્સાઓ ઘણા છે. જેનો આંકડો આ વર્ષે 250 કરોડને આંબી જાય તો નવાઈ નથી.
ગુજરાતમાં વિદેશમાં નોકરી, સ્થાયી નાગરિકતા, એર ટીકીટ બુકિંગ નામે છેતરપિડીં કરી ગુજરાતીઓના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવી રહ્યા છે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં વધી રહેલા ઈમિગ્રેશન વિઝા-કૌભાડ કોગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે મોઘવારી, બેરોજગારી સહિતની અનેક સમસ્યાઓથી નાગરિકો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે યુવાનો ઉજજવળ ભવિષ્યની આશા સાથે વિદેશમાં કામ કરવા ઇચ્છતા હોય છે. વિદેશમાં વર્ક વિઝા મેળવવા ખૂબ જ અગત્યના હોય છે. આ વાતનો લાભ ઉઠાવીને લેભાગુ તત્વો વર્ક વિઝાના નામ પર ગુજરાતના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે સરકારે કડક પગલાં ભરવાની જરૂર છે.