ગુજરાતી મૂળના શિવાની બ્રિટનની સામાન્ય ચૂંટણી જીત્યાં, જાણો કેટલાં ભારતવંશી કરશે સંસદમાં એન્ટ્રી
Britain Election Results | કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતાં 680 બેઠકોમાંથી 411 જેટલી બેઠકો જીતીને ધમાકેદાર જીત મેળવી હતી. આ સાથે ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના 14 વર્ષના શાસનકાળનો અંત થયો હતો.
ગુજરાતી મૂળના શિવાજી રાજા પણ જીત્યાં
બ્રિટનની સામાન્ય ચૂંટણીથી એક સારા સમાચાર એ પણ આવ્યા કે મૂળ દીવ, ગુજરાતના એક ઉમેદવાર શિવાની રાજાનો પણ આ ચૂંટણીમાં વિજય થયો છે. તેમણે ઈન્દોરમાં જન્મેલા લંડનના ભૂતપૂર્વ બિઝનેસ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ સામે બ્રિટિશ ઈન્ડિયન કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. શિવાની રાજા (Shivani Raja) એ લેસ્ટર ઈસ્ટમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
આ પણ વાંચો : એરલાઈન્સની શરમજનક કરતૂત, ઋષિ સુનકની ઠેકડી ઉડાડી
કુલ 107 ભારતીય મૂળના ઉમેદવારોએ ચૂંટણી લડી હતી
જોકે આ વખતે 107 ભારતીય મૂળના ઉમેદવારોએ પણ આ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેમાંથી ઘણાં ભારતીય ઉમેદવારો અત્યાર સુધીમાં જીતી ચૂક્યા છે. હવે આ ભારતીય મૂળના ઉમેદવારો સાંસદ બનીને બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં ભારતનું માથું ગર્વથી ઊંચું કરશે. તો એક નજર કરો વિજયી ઉમેદવારોના નામની યાદી પર....
આ પણ વાંચો : ઋષિ સુનકના પરાજયથી UKમાં રહેતા મૂળ ભારતીયો પર કેવી અસર પડશે?
ભારતીય મૂળના ઉમેદવારો જેઓ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જીત્યાં
ઋષિ સુનક (કન્ઝર્વેટિવ પાર્ટી )
શિવાની રાજા (કન્ઝર્વેટિવ પાર્ટી )
કનિષ્કા નારાયણ (લેબર પાર્ટી)
સુએલા બ્રેવરમેન (કન્ઝર્વેટિવ પાર્ટી)
પ્રીત કૌર ગિલ (લેબર પાર્ટી)
ગગન મોહિન્દ્રા (કન્ઝર્વેટિવ પાર્ટી)
નવેન્દુ મિશ્રા (લેબર પાર્ટી)
લિઝા નંદી (લેબર પાર્ટી)
સતવીર કૌર (લેબર પાર્ટી)