VIDEO: દક્ષિણ કોરિયાના જંગલોમાં ભયાનક આગ, 30 હેલિકોપ્ટર દ્વારા આગ ઓલવવાના પ્રયાસ, હજારો મકાન ખાલી કરાવાયા
South Korea Fire : અમેરિકા બાદ હવે દક્ષિણ કોરિયાના 20 જંગલોમાં ભયાનક આગ લાગી છે. દક્ષિણ-પૂર્વ કોરિયા દ્વીપકલ્પમાં આગ ફેલાતા હજારો મકાનો ખાલી કરાવાયા છે, જ્યારે 1500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અહેવાલો મુજબ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત હેલિકોપ્ટરનો પણ સહારો લેવા છે. આગ પર કાબુ મેળવવા માટે 30 હેલિકોપ્ટર તેમજ ફાયર બ્રિગેડના અનેક કર્મચારીઓ પ્રયાસ કરીરહ્યા છે.
ઘટનામાં ચારના મોત, છને ઈજા
ઘટનામાં ફાયર બ્રિગેડને બે કર્મચારીઓ સહિત 4 લોકોના મોત અને અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. સોશિયલ મીડિયા પર ભયાનક આગના અનેક વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં જંગલના અનેક વિસ્તારોમાં આગની જ્વાળાઓ તેમજ દૂર દૂર સુધી ધુમાળાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, સાન્ચેઓંગમાં લાગેલી આગ લગભગ 30 ટકા કાબુમાં આવી ગઈ છે.
ભારે પવનના કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી
દક્ષિણ કોરિયાના વિવિધ ભાગોમાં આગ ફેલાતા એકતરફ સ્થાનિક રહેવાસીઓની ચિંતા વધારી દીધી છે, તો બીજીતરફ ફાયર બ્રિગેડની ટીમ, પોલીસની ટીમ અને અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જોકે ભારે ધુમાડો અને તીવ્ર પવનના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની ગયો છે.
હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં શુક્રવારે શરૂ થયેલી આગ આજે પણ કાબુમાં આવી શકી નથી. અત્યાર સુધીમાં 300થી વધુ એકર ક્ષેત્રમાં આગ ફેલાઈ ગઈ છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ફાયર બ્રિગેડના બે કર્મચારીઓના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 200થી વધુ લોકો પોતાનું ઘર છોડવા મજબૂર થયા છે, જ્યારે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
3,286.11 હેક્ટર જમીન આગમાં ખાક
આગમાં કુલ 3,286.11 હેક્ટર જમીન ખાક થઈ ગઈ છે. ઉત્તર ગ્યોંગસાંગ પ્રાંતના યુઇસોંગ અને સાન્ચેઓંગમાં 1,000 હેક્ટરથી વધુ જમીન નાશ પામી છે. અધિકારીઓ આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ રાખતા લગભગ 1,500 રહેવાસીઓને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. સવારે 8 વાગ્યા સુધીમાં અગ્નિશામકો દક્ષિણપૂર્વીય પ્રદેશના ચાર વિસ્તારોમાં જંગલની આગ ઓલવવાનું કામ કરી રહ્યા હતા.
આ પણ વાંચો : 'નેતન્યાહૂ જ ઈઝરાયલના સૌથી મોટા દુશ્મન...' PMના નિર્ણય પર ભડક્યાં લોકો, મોટાપાયે દેખાવ
આ પણ વાંચો : અમેરિકામાં ભારતીય મૂળની મહિલાનું શરમજનક કૃત્ય, 11 વર્ષના દીકરાની ગળું કાપી હત્યા કરી