મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' હુમલા પછી ટ્રમ્પનું પહેલું નિવેદન

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' હુમલા પછી ટ્રમ્પનું પહેલું નિવેદન 1 - image


USA Former President Trump Statement After Firing: અમેરિકાના પૂર્વ પ્રમુખ અને આગામી નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. પેન્સિલ્વેનિયાના બટલરમાં શનિવાર રાત્રે ટ્રમ્પ એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના પર ગોળીબાર થયો હતો. આ જીવલેણ હુમલામાં તેઓ માંડ માંડ બચ્યા હતા. એક ગોળી ડોનાલ્ડ ટ્રમ્પના જમણા કાનના ઉપરા હિસ્સામાં અડીને પસાર થઈ હતી. સિક્રેટ સર્વિસે હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં રેલીમાં સામેલ અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે અન્ય ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા.

ગોળીબારની આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં જોવા મળ્યું છે કે, ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે અચાનક ગોળીબાર થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જમણા કાનને અડીને પસાર થઈ હતી. સિક્રેટ સર્વિસના એજન્ટ્સ તુરંત જ તેમની પાસે પહોંચી ટ્રમ્પને કવર કર્યા હતા. ટ્રમ્પ ફરી પાછા ઉભા થઈ રેલીમાં આવેલા લોકો પાસે મુઠ્ઠી જકડી સાહસનો સંદેશ આપે છે.

આ હુમલા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે, “હું પેન્સિલ્વેનિયાના બટલરમાં થયેલા ગોળીબાર પર ત્વરિત પ્રતિક્રિયા માટે યુનાઈટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનો આભાર માનું છું. સૌથી મહત્ત્વપૂર્ણ મારી રેલીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અન્ય એક વ્યક્તિના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. આ અવિશ્વસનીય છે કે, આવું કૃત્ય અમારા દેશમાં પણ હોઈ શકે છે.” 

ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનારા યુવકની ઓળખ થઇ 

ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ એક યુવકે ગોળીબાર શરૂ કરી દીધો હતો. હવે આ હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. રેલી દરમિયાન એક 20 વર્ષના છોકરાએ ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કર્યા હતા. તેણે નજીકની બિલ્ડીંગમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. તેમાંથી એક ગોળી ટ્રમ્પના કાન પાસે વાગી હતી. પેન્સિલવેનિયાની રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે થઈ છે. બેથેલ પાર્ક, પેન્સિલવેનિયાના થોમસ મેથ્યુ ક્રૂક્સે ટ્રમ્પના સ્ટેજથી લગભગ 130 યાર્ડ દૂર એક પ્લાન્ટની છત પર ઊંચાઈથી અનેક વખત ફાયરિંગ કર્યું હતું. ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન(FBI)એ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરતા હુમલાખોરની ઓળખ કરી લીધી છે. હુમલાખોરની ઉંમર 20 વર્ષ છે અને પેન્સિલવેનિયાનો જ રહેવાસી છે. 

મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની?

ગોળી મારા જમણા કાન પર અડીને પસાર થઈ

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, મને એક ગોળી મારવામાં આવી જે મારા જમણા કાનના ઉપરના હિસ્સાને અડીને પસાર થઈ હતી. મને તુરંત જ ખબર પડી ગઈ કે, કંઈક ગરબડ છે, મેં અનુભવ્યું કે, ગોળી મારો કાન ચીરીને પસાર થઈ છે. ખૂબ લોહી વહી રહ્યું હતું. જ્યારે ગોળીબાર થયો, ત્યારે હજારો ટ્રમ્પ સમર્થકો રેલીમાં ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ અમેરિકન ન્યૂઝ ચેનલ્સ પર લાઈવ ચાલી રહ્યો હતો.

VIDEO : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી

યુએસ સિક્રેટ સર્વિસે હુમલાખોરને ઠાર માર્યો

યુએસ સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુગ્લિએલ્મીના જણાવ્યા અનુસાર, આ ઘટના સ્થાનિક સમયાનુસાર સાંજે 6:15 કલાકે બની હતી જ્યારે શંકાસ્પદ શૂટરે રેલીની બહાર એક ઊંચા સ્થાનેથી સ્ટેજ તરફ અનેક ગોળી ચલાવી હતી. યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ હુમલાખોરને ઠાર માર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની તપાસ ચાલી રહી છે અને સિક્રેટ સર્વિસે એફબીઆઈને જાણ કરી છે. આ ચોંકાવનારી ઘટના મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનની શરૂઆતના બે દિવસ પહેલા બની હતી, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ ઔપચારિક રીતે પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવશે.

મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' હુમલા પછી ટ્રમ્પનું પહેલું નિવેદન 2 - image


Google NewsGoogle News