World Food Day: જાણો સ્વસ્થ રહેવા માટે ભોજન કરવાના નિયમો
Image Source: Freepik
અમદાવાદ, તા. 16 ઓક્ટોબર 2023 સોમવાર
આપણુ શરીર ભલે સૌથી વધુ પાણીથી બનેલુ હોય પરંતુ આપણે જે ખાઈએ છીએ એનાથી આપણુ એનર્જી લેવલ અને શરીરની કામ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. દરમિયાન આપણે હંમેશા ખાણી-પીણી અને પોતાની ડાયટને હેલ્ધી રાખવી જોઈએ. આપણામાંથી મોટાભાગના લોકો ભોજન જમવાના કે તેના નિયમથી અજાણ્યા હોય છે. તેના કારણે હેલ્ધી ભોજન પણ શરીર માટે નુકસાનકારક થઈ જાય છે.
ભોજનના નિયમ
1. ભોજનની થાળીમાં શું કેટલા પ્રમાણમાં હોવુ જોઈએ.
ભોજનની થાળીમાં તમારે અમુક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ જેમ કે પહેલા તો તમારી થાળીમાં સંતુલિત આહાર હોવો જોઈએ.
- સૌથી વધુ શાકભાજી થાળીમાં રાખો. આ ફાઈબર, વિટામિન અને મલ્ટી ન્યૂટ્રીએન્ટ્સના સોર્સ હોય છે.
- પછી દાળ લો. આ પ્રોટીનથી ભરપૂર હોય છે.
- ચોખા અને રોટલી જે કેલેરીથી ભરપૂર છે અને એનર્જી આપે છે.
- સલાડ, ફાઈબર અને રફેજનો સોર્સ છે.
- 1 ટુકડો ગોળ જે મીઠાની ક્રેવિંગ ખતમ કરવાની સાથે ભોજન પચાવવામાં મદદ કરે છે.
2. ભોજન જમવાનો યોગ્ય સમય
ભોજન જમવાનો યોગ્ય સમય વિશે તમને ખબર હોવી જોઈએ
- જેમ કે સૌથી પહેલા સવારનો નાસ્તો 7થી 9 વાગ્યાની વચ્ચે કરી લો.
- 10થી 12ની વચ્ચે એક ફળ લો.
- બપોરે 1થી 2 વાગ્યાની વચ્ચે લંચ કરી લો.
- 4 વાગે ચા અને નાસ્તો લો.
- 7થી 8 વાગ્યા સુધી રાતનું ભોજન જમી લો.
3. ભોજન જમવાની યોગ્ય રીત
ભોજન જમવાની યોગ્ય રીતનો અર્થ એ છે કે તમે ભોજન પહેલા, ભોજન દરમિયાન અને ભોજન બાદ અમુક વાતોનો ખ્યાલ રાખો. જેમ કે
- ભોજન પહેલા લગભગ 30 મિનિટ પહેલા પાણી પી લો
- ભોજન દરમિયાન પાણી ન પીવો.
- ભોજન જમતી વખતે ટીવી અને મોબાઈલ ન જુઓ.
- જમીન પર બેસીને આરામથી લગભગ 20 મિનિટ સુધી ચાવી-ચાવીને ખાવ.
- ફટાફટ ભોજન ન જમો. તેનાથી હવા ખાવાની સાથે પેટમાં ભરાશે. બ્લોટિંગ અને એસિડિટી થશે.
- ભોજન જમ્યાની 30 મિનિટ બાદ કે લગભગ 1 કલાક બાદ પાણી પીવો.
અંતે ભોજન જમ્યા બાદ થોડુ ચાલો. ભોજન બાદ તાત્કાલિક બેસવાનું અને સૂવાનું ટાળવુ. આ સિવાય ધ્યાન રાખો કે ઘરનું બનેલુ દેશી ભોજન જમો. બહારની વસ્તુઓને ખાવાનું ટાળવુ.