બદલાતા હવામાન સાથે બાળકો જલ્દી પડે છે બીમાર, સંતાનોને સ્વસ્થ રાખવા અત્યારથી કરો આ કામ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
બદલાતા હવામાન સાથે બાળકો જલ્દી પડે છે બીમાર, સંતાનોને સ્વસ્થ રાખવા અત્યારથી કરો આ કામ 1 - image


                                                                Image Source: Freepik

અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર

સીઝન બદલાતા જ બાળકો સૌથી વધુ બીમાર પડવા લાગે છે. ખાસ કરીને જ્યારે ચોમાસાનું આગમન અથવા ગરમી બાદ શિયાળાનું આગમન બાળકો માટે બીમારીઓનું ઘર બની જાય છે. હવામાન બદલવા પર બાળકોને તાવ, શરદી-ખાંસી, ઈન્ફેક્શન અને અન્ય સંક્રમણ થવા લાગે છે. આવુ એટલા માટે થાય છે કેમ કે બાળકોની ઈમ્યૂનિટી કમજોર હોય છે. દરમિયાન પેરેન્ટ્સે બાળકોની સારસંભાળ અને જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખવુ પડે છે જેથી બાળકો કમજોર ન થાય અને બીમાર ન પડે. આ માટે બાળકોને યોગ્ય ડાયટ, ઊંઘ, વ્યાયામ અને રમતગમત પર પણ ધ્યાન આપવુ જોઈએ. 

કસરત

ભલે ઠંડી હોય કે ગરમી કસરતને દરેક મોસમમાં કરવી જોઈએ. આ માત્ર વડીલો માટે નહીં પરંતુ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે કસરતથી શરીરમાં સારા હોર્મોન બને છે. જે આપણો મૂડ સારો બનાવે છે. તે જ રીતે સવારે જ તડકામાં કસરત કરવાથી શરીર મજબૂત થાય છે અને બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. તેથી બાળકોએ પણ નિયમિત કસરત અને રમવુ જોઈએ. 

પૂરતી ઊંઘ

નાના બાળકો માટે પૂરતી ઊંઘ ખૂબ જરૂરી હોય છે. ખાસ કરીને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને 9 કલાકની ઊંઘ જોઈએ. પૂરતી ઊંઘથી બાળકોનું જીવન સારુ રહે છે. તેઓ ફ્રેશ રહે છે અને તેમનામાં એનર્જી પણ આવે છે. પૂરતી ઊંઘથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તેઓ બીમાર ઓછા પડે છે. તેથી માતા-પિતાએ બાળકોની પૂરતી ઊંઘ પર ધ્યાન આપવુ જોઈએ.

બેલેન્સ ડાયટનું ધ્યાન રાખો

બાળકોને સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર ખૂબ જરૂરી છે. બાળકોની ડાયટમાં તમામ પોષક તત્વોનું સંતુલન હોવુ જોઈએ. બાળકોને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, મિનરલ્સ અને ફાઈબરનું પૂરતુ પ્રમાણ મળવુ જોઈએ. ફળ, શાકભાજી, દૂધ, દાળ અને ઈંડા જેવા પૌષ્ટિક આહારથી બાળકોની ઈમ્યૂનિટી મજબૂત થાય છે. સંતુલિત આહારથી બાળકો ઓછા બીમાર પડે છે અને ઝડપથી રિકવર કરે છે. તેથી માતા-પિતાએ બાળકોને પૌષ્ટિક અને સંતુલિત ભોજન આપવુ જોઈએ. 

હાઈજીનનું ધ્યાન રાખો

બાળકોને હંમેશા હાથ ધોવાની આદત પાડવી જોઈએ. ભોજન જમ્યા પહેલા અને બાદમાં હાથ સારી રીતે ધોવા જોઈએ. જ્યારે શિયાળો આવે છે અને ઘણીવખત જોવામાં આવે છે કે બાળકો ન્હાવાનું છોડી દે છે. ઘણી વખત માતા-પિતા પણ તેની પર ધ્યાન આપતા નથી પરંતુ આવુ કરવુ જોઈએ નહીં. બાળકોને દરરોજ નવશેકા પાણીમાં નવડાવવા જોઈએ અને સ્વચ્છ વસ્ત્ર પહેરાવવા જોઈએ. આ રીતે સફાઈ અને હાઈજીન પર ધ્યાન આપવાથી બાળકો ઓછા બીમાર પડશે.


Google NewsGoogle News