શા માટે જિમમાં સપોર્ટર પહેરવુ જરૂરી હોય છે? જાણો કારણ

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
શા માટે જિમમાં સપોર્ટર પહેરવુ જરૂરી હોય છે? જાણો કારણ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 09 ડિસેમ્બર 2023 શનિવાર

આજે દરેક ફિટનેસને લઈને જાગૃત થઈ ગયા છે. એ વાત તો દરેક જાણી ચૂક્યા છે કે સ્વસ્થ જીવન માટે ફિટ રહેવુ ખૂબ જરૂરી છે. દરમિયાન અમુક લોકો યોગ કરીને પોતાને ફિટ રાખે છે તો અમુક લોકો જિમ જઈને પોતાને ફિટ રાખે છે. જોકે, આજની તારીખમાં જિમ જનારા લોકોની સંખ્યા યોગ કરતા વધુ છે. 

સપોર્ટર કેમ પહેરવુ પડે છે

ભારે વજન ઉઠાવતી વખતે સપોર્ટરની જરૂર પડે છે તે પણ તમે સાંભળ્યુ હશે. દરમિયાન પ્રશ્ન એ છે કે આખરે ભારે વજન લિફ્ટ કરતી વખતે સપોર્ટરની જરૂર કેમ પડે છે. શું તમને આ વિશે ખબર છે. 

શું શરીર નિયંત્રણમાં રહે છે

હેવી વેટ ઉઠાવતી વખતે સપોટર્સની જરૂર પડે છે કેમ કે આ લિફ્ટ આપણી માંસપેશીઓ અને શરીરના અન્ય અંગો પર દબાણ નાખે છે. તેનાથી આપણી બેકબોન, કમર અને પગને મદદ મળે છે જેથી આપણે વજન યોગ્ય રીતે ઉઠાવી શકીએ અને યોગ્ય રીતે કંટ્રોલ કરી શકીએ. વેટ લિફ્ટ કરતી વખતે સપોર્ટર શરીરને સ્થિરતા આપે છે. સપોર્ટિવ સપોર્ટર યોગ્ય મુદ્રા અને વજન જાળવી રાખવામાં પણ મદદ કરે છે. 

સપોર્ટર ન પહેરવાના નુકસાન

જો તમે કોઈ સપોર્ટર વિના ભારે વજન ઉઠાવો છો તો તેનાથી પેટમાં પ્રેશર પડવા પર આંતરડા બહાર નીકળવાના ચાન્સ રહે છે જેના કારણે તમે સારણગાંઠની સમસ્યાથી પરેશાન થઈ શકો છો. દરમિયાન અંડકોષમાં સોજો અને તેનો આકાર નાનો કે મોટો થઈ જાય છે.


Google NewsGoogle News