ચા પીવાથી કેમ ઊંઘ ઉડી જાય છે, જાણો કઈ ચા ઊંઘવામાં કરે છે મદદ

વારે ઉઠતાની સાથે ખાલી પેટ ચા પીવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે

વધારે પ્રમાણમાં ચા પીવાથી તણાવ, અનિદ્રા અને ઉદાસી વધવા લાગે છે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
ચા પીવાથી કેમ ઊંઘ ઉડી જાય છે, જાણો કઈ ચા ઊંઘવામાં કરે છે મદદ 1 - image
Image Freepic 

તા. 3 ઓક્ટોબર 2023, મંગળવાર

ભારત (India) માં એવા ઘણા લોકો (People) છે કે જેમને સવારે ઉઠતા સાથે ચા (Tea) પીવા જોઈતી હોય છે. કેટલાક લોકો તેને બેડ ટી (Bed Tea) પણ કહે છે. તો વળી કેટલાક એવા લોકો પણ હોય છે કે જેમને દિવસભરમાં કેટલીયેવાર ચા પીવા જોઈએ છે. ઘરમાં મહેમાન આવે તો પણ ચા (Tea) આપવામાં આવતી હોય છે તો ઓફિસમાં થાક લાગે ત્યારે પણ ચાનો સહારો લેવામાં આવતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા માં એવું શું હોય છે કે જેનાથી ઊંઘ ઉડી જાય છે અને થાક ઉતરી જાય છે. આમાં કેટલાકને તો તેની આદત પડી ગઈ હોય છે. 

આ કારણથી ઊંઘ ઉડી જાય છે

ચા માં ભરપુર માત્રામાં કેફીન હોય છે, આ એક વિશેષ પ્રકારનું સ્ટિમ્યુલેટ હોય છે. એટલા માટે ચા પીવાની સાથે ઊંઘ ઉડી જાય છે અને થાક પણ ઉતરી જાય છે. જો કે યોગ્ય રીતે પીવામાં ન આવે તો તમારી સ્લીપિંગ સાયકલ બગડી શકે છે. જેના કારણે વિવિધ પ્રકારની બીમારીઓનો ખતરો વધી જાય છે. નિષ્ણાતોના મત પ્રમાણે વધારે પ્રમાણમાં ચા પીવાથી તણાવ, અનિદ્રા અને ઉદાસી વધવા લાગે છે. આટલુ જ નહી ચા માં રહેલા કેફીનની વધારે માત્રા તમારા મગજ પર અસર કરે છે. 

સવારે ચા પીવી નુકસાન કારક 

ડોક્ટર્સના અભિપ્રાય પ્રમાણે સવારે ઉઠતાની સાથે ખાલી પેટ ચા પીવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. સવારે બ્રસ કર્યા વગર સીધી ચા પીવાથી કેટલાય બેક્ટેરિયા મોં માંથી સીધા પેટમાં પહોચી જાય છે. તેનાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા પેદા થઈ શકે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે રોજ 7થી 8 કલાક ઊંઘ લેવી જરુરી છે. જો તેનાથી ઓછી ઊંઘ થાય તો ડાયાબિટીસ, વજન વધવું,  રક્તપાત, હ્રદયરોગ અને હાર્ટ સ્ટ્રોક જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. 

કઈ ચા છે જેનાથી ઊંઘવામાં મદદ મળે છે

કેટલાક લોકોને ઊંઘતા પહેલા ચા પીવાની આદત હોય છે. જો ઊંઘવાના થોડા સમય પહેલા ચા પીતા હોવ તો આ ફાયદાકારક હોઈ શકે છે. જેમા લેમન બામ ટી, પેશનફ્લાવર ટી, મેલાટોનિન ટી અને કાવા ચા લેવાથી ઊંઘવામાં મદદરુપ થઈ શકે છે. તે સિવાય કેમોમાઈલ ટી, મેલાટોનિન ટી અને વેલેરિયન રુટ ટી ઊંઘવામાં મદદરુપ થઈ શકે છે. આ ઉપરાંત પણ એવી કેટલીક ચા છે જે ઊંઘ સુધારવામાં મદદ કરે છે. 

  ચા પીવાથી કેમ ઊંઘ ઉડી જાય છે, જાણો કઈ ચા ઊંઘવામાં કરે છે મદદ 2 - image


Google NewsGoogle News