દૂધ પીવાનો યોગ્ય સમય શું છે? જ્યારે શરીરને થાય છે ફાયદો, નહીતર ગેસ-એસિડિટીનો બનશો શિકાર
Image Source: Freepik
અમદાવાદ, તા. 21 નવેમ્બર 2023 મંગળવાર
અમુક લોકોને દૂધ પીવુ ખૂબ પસંદ હોય છે. તેથી તેઓ કોઈ પણ સમયે દૂધ પી લે છે કેમ કે તેમને લાગે છે કે આના તો ઘણા બધા ફાયદા જ છે. દૂધ પીવાથી બાળકોની હાઈટ વધે છે આ તમે ઘણી વખત વડીલોના મોઢે સાંભળ્યુ હશે. દૂધ પીવુ શરીર માટે ખૂબ સારુ હોય છે. આ તમામ બાબતો આપણે ઘણી વખત સાંભળી હશે. ઘણા લોકો સવારે ખાલી પેટ દૂધ પીવાનું પસંદ કરે છે તો અમુક લોકો સાંજે દૂધ પીવે છે પરંતુ શું તમે જાણો છો કે તેનો પરફેક્ટ ટાઈમ શું છે.
રાત્રે કે સવારે દૂધ કયા ટાઈમે પીવુ જોઈએ
હેલ્થ એક્સપર્ટ અનુસાર શરીરની બનાવટ અને ઉંમરના હિસાબે દૂધ પીવુ જોઈએ. અમુક લોકો માટે સવારના સમયે દૂધ પીવુ ફાયદાકારક હોઈ શકે છે. અમુક લોકો માટે રાતના સમયે યોગ્ય રહે છે. ડોક્ટર્સ અનુસાર દૂધ કોઈ પણ સમયે પીવો આ તમને ફાયદો જ પહોંચાડે છે. જો તમને પેટ સંબંધિત કોઈ તકલીફ હોય તો દૂધ પીવાનો સમય બદલી દો. નહીંતર તેનાથી તમારી તકલીફ વધી શકે છે. 5 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોએ સવારે ખાલી પેટ દૂધ પીવુ જોઈએ નહીં.
આ લોકોએ સવારના સમયે દૂધ પીવુ જોઈએ
જે લોકો બોડી બનાવવા માટે દૂધ પીવે છે તેમણે દિવસે દૂધ પીવુ જોઈએ. આવા લોકો દિવસે દૂધ પીવે છે તો તેમને આખો દિવસ એનર્જી મળે છે. બાળકોએ સવારના સમયે ક્રીમથી ભરપૂર દૂધ પીવુ જોઈએ. આમાં કેલ્શિયમ ખૂબ હોય છે અને હાડકા પણ મજબૂત થાય છે. દૂધ પીવાથી શરીરને પોટેશિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે.
કમજોર મેટાબોલિઝ્મ ધરાવતા લોકોએ દિવસે દૂધ પીવુ જોઈએ નહીં
વૃદ્ધોની ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય છે તેમણે દિવસે દૂધ પીવુ જોઈએ નહીં. વૃદ્ધોએ ગાયનું દૂધ પીવુ જોઈએ કેમ કે આ ખૂબ હળવુ હોય છે. આ સરળતાથી પચી જાય છે.
દૂધ પીવુ હાડકાઓ માટે લાભદાયી છે
જો તમે દૂધ પીતા નથી તો શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા લાગે છે. દૂધમાં કેલ્શિયમની સાથે-સાથે થાઈમિન અને હાડકાઓને મજબૂત કરવાની ક્ષમતા હોય છે. જો તમને ગેસ-એસિડિટીની સમસ્યા છે તો દૂધમાં ખાંડ મિલાવીને પીવો.