Ovarian Cancer: ઓવેરિયન કેન્સર એટલે શું?, જાણો તેના લક્ષણો, કારણો અને બચવાના ઉપાયો
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 14 જુલાઈ 2023 શુક્રવાર
મહિલાઓમાં સૌથી વધુ જોખમ કેન્સરનું હોય છે. હવે એક નવા સ્ટડીમાં સામે આવ્યુ છે કે કેટલીક એવી નોકરીઓ છે જેમાં કામ કરી રહેલી મહિલાઓને ઓવેરિયન કેન્સરનું જોખમ વધુ રહે છે. આ સ્ટડી અનુસાર હેર ડ્રેસર, બ્યૂટીશિયન અને એકાઉન્ટન્ટમાં ઓવેરિયન કેન્સર થવાનું જોખમ વધુ હોઈ શકે છે.
491 મહિલાઓની તપાસ કરવામાં આવી
એક નવા અભ્યાસ અનુસાર વેચાણ, રિટેલ, કપડા અને નિર્માણ ઉદ્યોગોમાં કામ કરતા લોકો પર પણ વધુ જોખમ છે. આ સ્ટડી માટે ઓવેરિયન કેન્સરની 491 કેનેડીયન મહિલાઓના ડેટાની તપાસ કરી અને તેમની તુલના બીમારી વિનાની 897 મહિલાઓ સાથે કરી.
શું હોય છે શરૂઆતી લક્ષણ
ઓવેરિયન કેન્સર એક સાયલન્ટ કિલર છે જેની પર કોઈનું ધ્યાન જતુ નથી. આનું કારણ એ છે કે શરૂઆતી તબક્કામાં આના લક્ષણ કે સંકેત દેખાતા નથી પરંતુ જ્યારે બીમારી વધી જાય છે ત્યારે તેના લક્ષણ દેખાવાના શરૂ થઈ જાય છે, જેના કારણે બાદમાં આની ટ્રીટમેન્ટ મુશ્કેલ થઈ જાય છે. ઓવેરિયન કેન્સર ઓવરી કે ફેલોપિયન ટ્યૂબ અને પેરિટોનિયમમાં શરૂ થાય છે. મહિલાઓના ગર્ભાશયની બંને તરફ બે ઓવરી હોય છે, જે પેલ્વિસમાં સ્થિત હોય છે. મહિલાઓમાં ઓવરીઝ હોર્મોન બનવા અને એગ્સનું ઉત્પાદન કરવા માટે પણ જવાબદાર હોય છે જેનાથી પ્રજનન થાય છે. પોતાના શરીર પર ઝીણવટપૂર્વક ધ્યાન આપીને ઓવેરિયન કેન્સરનો શરૂઆતી તબક્કો પકડવો જરૂરી છે. એવા સંકેતો પર ધ્યાન આપવુ જે લાંબા સમય સુધી રહેલા હોય આ સામાન્ય રીતે નોર્મલ હોતા નથી.
ઓવેરિયન કેન્સરના લક્ષણ
1. પેટ ફૂલવુ
ઓવેરિયન કેન્સરમાં પેટ ભરેલુ અનુભવાય છે. આ ઘણી વખત પેટના સોજા સાથે સંબંધિત હોય છે. સોજાના કારણ જુદા-જુદા હોઈ શકે છે, જેમ કે વધુ જમવુ, ગેસ, કબજિયાત અને અમુક મેડીકલ કંડીશન્સ જેમ કે ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ કે ઓવેરિયન કેન્સર.
2. પેઢામાં દુખાવો
પેઢાનો દુખાવો પેટના નીચલા ભાગમાં થઈ શકે છે. આના ઘણા કારણ હોઈ શકે છે, જેમાં પીરિયડ્સમાં ખેંચાણ, પેલ્વિક સોજાની બીમારી, એન્ડોમેટ્રિયોસિસ, ઓવેરિયન અલ્સર જેવી બીમારી સામેલ છે.
3. વારંવાર યુરિન આવવુ
જ્યારે ઓવરીના કેન્સરની સેલ બ્લેડર વોલની બહાર વધે છે તો મહિલાઓને વારંવાર યુરિન આવે છે.
4. ભૂખ ન લાગવી
ભૂખ ન લાગવી ઓવેરિયન કેન્સરનું સૌથી મોટુ લક્ષણ હોય છે. ભૂખમાં ઘટાડા સિવાય, ઓવેરિયન કેન્સરના શરૂઆતી લક્ષણોમાં પેટ ભરેલુ અનુભવવુ સામેલ છે.
5. થાક
આવુ ત્યારે થાય છે જ્યારે તમે મોટા ભાગનો સમય વધુ થાક અનુભવો છો. કેન્સર ઘણા કારણોસર થાક પેદા કરી શકે છે. કેન્સર સામાન્ય પ્રોટીન અને હોર્મોન લેવલને બદલી શકે છે, જે શરીરમાં સોજાની પ્રક્રિયાઓ સાથે જોડાયેલુ હોય છે.
6. પીઠનો દુખાવો
પીઠનો દુખાવો ઓવેરિયન કેન્સર સાથે જોડાયેલો છે. પીઠના નીચેલા ભાગમાં જો વધુ દુખાવો થઈ રહ્યો હોય તો આનાથી તમારી ઊંઘ પણ ખરાબ થઈ શકે છે. આ ઓવેરિયન કેન્સરનું મોટુ કારણ હોઈ શકે છે.
7. પીરિયડ્સ મોડા કે જલ્દી આવવા
તમારા પીરિયડ્સ જલ્દી કે મોડા આવી શકે છે. ઓવેરિયન કેન્સરના મામલે આ અનિયમિત પીરિયડ્સ, વધુ ફ્લો મોટા લક્ષણ હોઈ શકે છે.