ફરી ફેલાઈ રહ્યો છે નિપાહ વાયરસ! તેના લક્ષણો વિશે અત્યારે જ જાણીલો, નહીંતર થશે મોટી મુશ્કેલી

કેરળમાં બે લોકોને તાવ આવતાં અકુદરતી મોતનું કારણ નિપાહ વાયરસ હોવાનું માનવામાં આવી રહ્યુ છે

નિપાહ વાયરસ એક જુનોટિર બીમારી છે જે જાનવરોથી માણસોમાં ફેલાય છે

Updated: Sep 12th, 2023


Google NewsGoogle News
ફરી ફેલાઈ રહ્યો છે નિપાહ વાયરસ! તેના લક્ષણો વિશે અત્યારે જ જાણીલો, નહીંતર થશે મોટી મુશ્કેલી 1 - image
Image Freepic 

તા. 12 સપ્ટેમ્બર 2023, મંગળવાર

કેરળના કોઝીકોડમાં બે લોકોને તાવ આવવાથી મૃત્યુ થયું છે. બન્ને લોકોના અકુદરતી મોતનું કારણ નિપાહ વાયરસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના પછી એવુ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, નિપાહ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. આ વાયરસ માણસથી માણસમાં ફેલાઈ શકે તેવો જૂનોટિક વાયરસ (Zoonotic Virus) છે. ફ્રુટ બેટ, ચામાચીડિયા જેને 'ફ્લાઈંગ ફોક્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નિપાહ વાયરસનું કારણ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. તમારી જાણકારી માટે આ બીમારીનું નામ મલેશિયાના એક ગામમાં રાખવામાં આવ્યું હતું. અહીં તેનો પહેલો કેસ મળ્યો હતો. 

નિપાહ વાયરસ શું છે...

નિપાહ વાયરસ એક જુનોટિર બીમારી છે જે જાનવરોથી માણસોમાં ફેલાય છે. આ ખાસ કરીને ચામાચીડિયા દ્વારા ફેલાય છે. પરંતુ આના સિવાય તે સુઅર, બકરી, ઘોડા, કુતરાઓ, બિલાડીઓ દ્વારા પણ ફેલાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ હવા દ્વારા નથી ફેલાતી પરંતુ કોઈ સામાન અથવા કોઈ પદાર્થ કે ઈંધણના ટીંપા દ્વારા ફેલાય છે. 

કેવી રીતે ફેલાય છે આ નિપાહ વાયરસ 

નિપાહ વાયરસ વાસ્તવમાં ઈફેક્ટેડ ફળ ખાવાથી જાનવરોમાંથી માણસોમાં ફેલાય છે. જો કોઈ જાનવરને આ બીમારી થયાનું જાણ મળે તો તેને કોઈ ફળ ખવડાવવાનું છોડી દો. નહી તો જાનવર ફળ ખાશે પછી તે માણસોમાં આ બીમારી ફેલાવા લાગે છે. આ બીમારી માણસોમાં ઝડપથી ફેલાતી બીમારી છે. નિપાહ વાયરસનું ઈંફેક્શન એક માણસથી બીજા માણસ સુધી આસાનીથી ફેલાઈ શકે છે. 

નિપાહ વાયરસથી બચાવ 

WHO ના જણાવ્યા પ્રમાણે નિપાહ વાયરસથી બચવા માટે કોઈપણ પ્રકારની દવા માર્કેટમાં ઉપલબ્ધ નથી. નિપાહ વાયરસથી રાહત મેળવવા માટે જ્યારે પણ શરુઆતના સમયમાં વાયરસના લક્ષણો જોવા મળે કે તરત જ ડોક્ટરની સલાહ લો. 


Google NewsGoogle News