હાર્ટ એટેક આવ્યા બાદ એવું શું કરાય જેનાથી વ્યક્તિનો બચી શકે જીવ? જાણી લો

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
હાર્ટ એટેક આવ્યા બાદ એવું શું કરાય જેનાથી વ્યક્તિનો બચી શકે જીવ? જાણી લો 1 - image


                                                               Image Source: Freepik

અમદાવાદ, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર

હાર્ટ એટેક ભારતમાં એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બનતી જઈ રહી છે. વર્તમાનમાં દેશમાં હાર્ટ એટેકથી થનારા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 25થી 45 ઉંમરના યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. જે એક ગંભીર ચિંતાનો વિષય છે. હવે આ માત્ર વૃદ્ધો સુધી સીમિત રહ્યુ નથી. જિમમાં કસરત કરતી વખતે, ડાન્સ કરતી વખતે ઘણા આવા સમાચાર સામે આવી ચૂક્યા છે. ગરબા રમતી વખતે ઘણા લોકોને અચાનક હાર્ટ એટેકથી મોત નીપજ્યુ. આ ઘટનાઓ સંકેત આપે છે કે ખરાબ લાઈફસ્ટાઈલ અને તણાવ યુવાનો માટે હાર્ટ એટેકને વધારો કરે છે.

હાર્ટ એટેક આવ્યા બાદ શું કરવુ

હાર્ટ એટેક આવ્યા બાદ સૌથી પહેલા વ્યક્તિને શાંત સ્થળે સૂવડાવો. અચાનક કોઈ બેભાન થઈ ગયુ છે તો સૌથી પહેલા તાત્કાલિક તે વ્યક્તિના ધબકારા ચેક કરો. જો ધબકારા બિલકુલ અનુભવાઈ રહ્યા નથી તો સમજી જાવ કે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. કેમ કે હાર્ટ એટેકમાં હૃદયના ધબકારા રોકાઈ જાય છે, તેથી ધબકારા મળતા નથી. આ રીતે બેથી ત્રણ મિનિટની અંદર તેમના હાર્ટને રિવાઈવ કરવુ જરૂરી હોય છે, નહીંતર ઓક્સિજનની અછતના કારણે તેમને બ્રેઈન ડેમેજ થઈ શકે છે. દરમિયાન હાર્ટ એટેક આવવા પર તાત્કાલિક છાતી પર જોર-જોરથી મુક્કા મારો. જ્યાં સુધી વ્યક્તિ ભાનમાં આવી ન જાય ત્યાં સુધી મારો. આનાથી તેમનુ હૃદય ફરીથી કામ કરવાનું શરૂ કરી દેશે. 

બેભાન વ્યક્તિને તાત્કાલિક સીપીઆર આપો

જો કોઈ વ્યક્તિ બેહોશ થઈ ગયુ છે અને તેમના ધબકારા ચાલી રહ્યા નથી તો તેમને તાત્કાલિક હાથથી સીપીઆર આપો. સીપીઆરમાં મુખ્યરીતે બે કામ કરવામાં આવે છે. પહેલા છાતીને દબાવવી અને બીજુ મોંઢાથી શ્વાસ આપવો જેને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન કહેવાય છે. પહેલા વ્યક્તિની છાતી પર વચ્ચોવચ હથેળી મૂકો. પમ્પિંગ કરતી વખતે હથેળીને એક હાથને બીજા હાથ ઉપર મૂકીને આંગળીઓને સારી રીતે બાંધી લો અને હાથ અને કોણી બંને સીધા રાખો. જે બાદ છાતીને પમ્પિંગ કરતી છાતીને દબાવવામાં આવે છે. આવુ કરવાથી ધબકારા ફરીથી શરૂ થઈ જાય છે. હથેળીથી છાતીને 1-2 ઈંચ સુધી દબાવો આવુ એક મિનિટમાં 100 વખત કરો. 


Google NewsGoogle News