B12 ની ઉણપને કારણે શરીર પર સફેદ ડાગ પણ થઈ શકે છે, સંશોધનમાં થયો ખુલાસો

વ્યક્તિના શરીરમાં B12 ઘટી જાય તો અનેક પ્રકારની બીમારીઓ પેદા થાય છે

વિટામિન B12 ઘટવાથી સ્કિન સંબંધિત બીમારી પણ થઈ શકે છે

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
B12 ની ઉણપને કારણે શરીર પર સફેદ ડાગ પણ થઈ શકે છે, સંશોધનમાં થયો ખુલાસો 1 - image
Image Freepic

તા. 24 નવેમ્બર 2023, શુક્રવાર 

symptoms of vitamin b12:  આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે વિશ્વમાં અનેક લોકો વિવિધ બીમારીઓથી પીડાઈ રહ્યા છે. લોકો ભારે માત્રામાં જંકફુડ અને ઓઈલી ફુડ ખાય છે. જેથી બહારનો ખોરાક ખાવાથી શરીરમાં વિવિધ પ્રકારના વિટામિન અને પોષક તત્વોની કમી થવા લાગે છે. આવા વિટામિન પૈકી એક છે  B12.જો વ્યક્તિના શરીરમાં B12 ઘટી જાય તો અનેક પ્રકારની બીમારીઓ પેદા થાય છે.  પરંતુ શું તમે જાણો છો કે B12 ની ઉણપ થવાથી સફેદ ડાગ પણ થઈ શકે છે. હા, આ સાચી વાત છે વિટામિન B12 ઘટવાથી સ્કિન સંબંધિત બીમારી પણ થઈ શકે છે.

ઈનફર્ટિલિટીની સમસ્યા

કેટલાક રિસર્સમાં જાહેર થયુ છે કે જો વિટામિન B12ની કમી થાય છો સ્ત્રી અથવા પુરુષ બન્નેમાં ઈનફર્ટિલિટીની સમસ્યા થઈ શકે છે. 

એનીમિયાની બીમારી 

અમારી નર્વસ સિસ્ટમ માટે શરીરમાં વિટામિન B12ની જરુર રહે છે. જો તમે વેજિટેરિયન છો અને તમે એક્સટ્રા બીજુ નથી તો તમારે મુશ્કેલી રહે છે. તેની ઉણપથી લોહીની કમી થઈ છે. અને તેમા એનીમિયાના શિકાર બની શકો છો. 

B12ની ઉણપ કેવી રીતે દુર કરી શકાય 

વિટામિન  B12ની ઉણપ હોય તો તેના માટે ઈંડા, દુધ, કેળા, બદામ, ટમેટાં, ટોફૂ, સ્પ્રાઉટ્સ, મશરુમ, માછલીને તમારા ખોરાકમાં ઉમેરી શકો છો. પરંતુ જો તમે વેજિટેરિયન હોવ તો તમારે દુધ, કેળા, બદામ, મશરુમ તેમજ ડોક્ટરની સલાહ પ્રમાણે કેટલીક દવા લઈ શકો છો. 


Google NewsGoogle News